Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અમેઠીમાં ડો.કથીરીયાએ સભાઓ ગજાવી

કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષશ્રીએ સ્મૃતિ ઇરાનીના વિજયને નિશ્ચિત ગણાવ્યો

અમેઠી તા.૧૭ : રાજકોટના પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રિય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ ડો. વલ્લ્ભભાઇ કથીરીયા કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીના અમેઠી લોકસભાની ચૂંટણી પ્રચાર માટે અહીં આવ્યા છે.ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી.-અમેરિકાથી લોકસભા ચૂંટણી સંદર્ભ અહીં આવેલા ડો. જશુભાઇ પટેલ, ડો. અમીત દેસાઇ,ડો. દિનેશ પટેલ, શ્રી રાજેશ પટેલ, શ્રી સુરેશ પટેલ સાથે ડો. કથીરીયા છેલ્લા ૩ દિવસથી અમેઠી અને સુલતાનપુર લોકસભા બેઠક માટેસતત ઘુમી રહ્યા છે.આ ટીમ સાથે અમેઠીના રાજધરાનાના રાજકુમાર શ્રી અનંતજી ત્થા  શ્રી  ભૃગુરાજકુમારજીએ સ્થાનિક આગેવાનો સાથે અમેઠી, ગૌરી ગંજ વિધાનસભા ક્ષેત્રોની સંખ્યાબંધ ગામડાઓનો પ્રવાસ કરી ગ્રુપ મીટીંગો જનસભા, બજાર સંપર્કકરી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારતમાં પુનઃ મજબુત સરકારની રચનામાં સહભાગી બનવા હાકલ કરી છ.ેડો. કથીરીયાએ શ્રીમતી સ્મૃતિ ઇરાનીને જંગી બહુમતીથી ચૂંટીને મોકલવા હાકલ કરી હતી.અમેઠી, રાયબરેલી, સુલતાનપુર વિસ્તારમાંથી ૭૦ વર્ષથી કોંગ્રેસ અને પ્રધાનોને ચૂંટી મોકલ્યા છે છતાં પણ અમેઠી વિકાસથી વંચીત રહ્યું છેેત્યારે ડો.કથીરીયાએ અમેઠીના મતદારોને રાષ્ટ્રિય પ્રવાહમાં જોડાઇ જવા અને  ગરીબી નિર્મુલન, ખેતી, ઉદ્યોગો, યુવા, મહિલા, રાષ્ટ્રિય સુરક્ષા, સ્વસ્થ ભારત અભિયાન જેવા કાર્યક્રમોમાં સહભાગી બનવા અને નરેન્દ્રભાઇની વિકાસની રાજનીતિને આગળ વધારી અમેઠીનો અપ્રતિમ વિકાસ કરવા શ્રીમતી સ્મૃતિ ઇરાનીને વિજયી બનાવી ઇતિહાસ સર્જવા ડો. કથીરીયાએ હાકલ કરી હતી.રાષ્ટ્રિય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ અમેઠી પંથકમાં ભાજપા અને સંઘ પરિવારના સતત પ્રયાસોથી છેલ્લા પ વર્ષમાં જનમાનસમાં આવેલ પરિવર્તન ઉડીને આંખે વળગે તેવું હોવાનું જણાવેલ.કોંગ્રેસની ખોટી નીતિથી નારાજ જનતામાં જોરદાર અન્ડરકરન્ટ જોવા મળી રહ્યાનું અને એ જ કારણે શ્રી રાહુલ ગાંધીને વાયનાડ(કેરળ) ભાગવું પડયાનો દાવો પણ તેમણે કરેલ.ડો. કથીરીયાએ સુલતાનપુર વિસ્તારમાં કેન્દ્રિય મંત્રી શ્રીમતિ મેનકા ગાંધીના પ્રચાર કાર્યમાં પણ જોડાયા હતા.

(12:04 pm IST)