Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રાજકોટના સોનીની કમાલ

મોદીના ફોટા-કમળવાળી ૩૦૦૦ વીંટી બનાવીઃ ૧૨થી વધુ રાજયોમાં મોકલાવીઃ ભારે ડીમાન્ડ નીકળી

રાજકોટ, તા.૨૦: અત્યાર સુધી પિચકારી, પતંગ, ટોપી, ચશ્મા, કીચેન, મોબાઈલ સ્ટેન્ડ અને સાડી સહિતની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભાજપ અને મોદી છવાયેલા હતા. હવે, લોકસભા ચૂંટણી પહેલા સોના ચાંદીની જવેલરીમાં પણ વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે. રાજકોટના સોની બજારમાં આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ફોટા અને ભાજપના કમળની ૩૦૦૦થી વધુ રિંગ(વીંટી) બનાવવામાં આવી છે, જેને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ૧૨ થી વધુ રાજયોમાં મોકલવામાં આવી છે.

સોના-ચાંદીના ઘરેણાં બનાવવા માટે રાજકોટ પહેલેથી જ પ્રખ્યાત છે. બોલીવુડના સ્ટારથી માંડી મોટા ઉદ્યોગપતિ અને નામાંકિત લોકોએ રાજકોટમાં સોના-ચાંદીના ઘરેણાં તૈયાર કરાવ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોના-ચાંદીની જવેલરીમાં છવાયા છે. રાજકોટના સોની વેપારીએ સોના અને ચાંદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અને ભાજપના લોગો કમળવાળી ૩૦૦૦ થી વધુ વીંટી તૈયાર કરી છે. 

રાજકોટના વેપારીએ તૈયાર કરેલી આ વીંટી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્ત્।રપ્રદેશ સહિત દેશના ૧૨દ્મક વધુ રાજયોમાં મોકલવામાં આવી છે અને હવે તેની માગમાં વધારો થયો છે. વેપારીએ ચાંદીમાં ૪ થી ૬ ગ્રામ અને સોનામાં ૨ થી ૮ ગ્રામ સુધીની વીંટી બનાવી છે. રાજકોટના વેપારીએ કુલ ૬ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તે પૈકી ૩ ડિઝાઇન લોકોએ વધુ પસંદ કરી હતી અને આ ૩ ડિઝાઇન આજે ગુજરાત સહિત અન્ય રાજયોમાં લોકો ખરીદી રહ્યા છે.

સ્કેચથી માંડીને ડિઝાઇન અને ઘડામણ સુધીની કાર્યવાહી રાજકોટમાં જ કરવામાં આવી છે.  એક વીંટી તૈયાર કરવામાં ૪૮ કલાક જેટલો સમય લાગે છે. સોનાની વીંટી રૂ. ૧૬ થી ૨૫ હજાર અને ચાંદીની વીંટી રૂ. ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધીની કિંમતમાં મળી રહી છે. આ વીંટીમાં ઉપયોગમાં લેવામાં આવેલા સ્ટોન સર્વોસ્કીના છે જે દુનિયાનામાં સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ થોડા દિવસ પહેલા રાજકોટના જ એક યુવા સોની વેપારીએ સોના-ચાંદી પર વડાપ્રધાનની યોજના અને તેમના ફોટાના પોટ્રેટ બનાવ્યા હતા. જેને આર્ટ ગેલેરીમાં લોકો માટે આકર્ષણ પૂરું પાડ્યું હતું અને હવે રાજકોટના વેપારીએ બનાવેલી વીંટી બજારમાં ધૂમ મચાવી રહી છે.

(10:00 am IST)
  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST