Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સૌરાષ્ટ્ર સિકયોરિટી એન્ડ સર્વલન્સ એસો.ના નવનિયુકત હોદ્દેદારોની કાલે શપથવિધી

એપ્રિલમાં એસો.ના સભ્યોને મુંબઇ ખાતે લઇ જવાશે : એકઝીબીશનમાં CCTVનું માર્ગદર્શન અપાશે

રાજકોટ, તા. ૧૯ : અહીંના સૌરાષ્ટ્ર સિકયોરિયોટી એન્ડ સર્વેલન્સના નવનિયુકત પ્રમુખ સહિતના હોદેદારોનો શપથવિધી સમારોહ આવતીકાલે યોજાનાર છે.

આ અંગે સંસ્થા હોદેદારોઓ 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે સૌરાષ્ટ્ર  તથા કચ્છના સિકયુરીટી સર્વિસીઝ અને સર્વેલેન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણી વેપારીઓ દ્વારા ર૦૧૭ નાં વર્ષમાં 'સૌરાષ્ટ્ર સિકયુરીટી એન્ડ સર્વેલન્સ એસોસીએશનની' સ્થાપના કરી હતી. નવભારત ઘડતરમાં અને આજના ટેકનોલોજીના યુગમાં આ વ્યવસાય લોકોની જરૂરીયાત અને ઉપયોગી સેવા તરીકે વિકાસ પામવાનો છે ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એક નેજા હેઠળ એકત્ર થઇ એકબીજાના સમર્થનથી સૌરાષ્ટ્ર - કચ્છના વિસ્તારમાં સર્વેલન્સના વ્યવસાયને નવી દિશા તરફ આગળ ધપાવવા એસોસી. ની સ્થાપના કરી હતી.

બે વર્ષ સુધી આ એસોસીએશનના હોેદેદારોએ સુચારૂ રીતે સમગ્ર સંસ્થાનું સંચાલન ચલાવ્યું અને આ સંસ્થાને વધુ મજબુત કરી. ગત ર૦૧૭ થી ર૦૧૯ સુધીની ચૂંટાયેલી કારોબારીની મુદત પુરી થયેલ હોય, વર્ષ ર૦૧૯ થી ર૦ર૧ માટેની નવી કારોબારીની સર્વાનુમતે વરણી એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભામાં સર્વે સભ્યમિત્ર દ્વારા કરવામાં આવેલ છે.

વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે એસોસીએશનના પ્રમુખ તરીકે શ્રી સુનીલભાઇ શાહ, ઉપપ્રમુખ તરીકે શ્રી મનીષભાઇ પટેલ, તથા મંત્રી તરીકે વિશાલભાઇ મહેતા, સહમંત્રી તરીકે શ્રી વિજયસિંહ જાડેજા તેમજ ટ્રેઝરર તરીકે શ્રી જતીનભાઇ સંઘાણી, (મો. ૯રર૭૪ ૦૦૮૮૭) તેમજ સલાહકાર સમિતિમાં શ્રી કેતનભાઇ દોશી અને જેનીશભાઇ કંટારીયાની (મો. ૯૯૦૯૦ ૪૯૪૪૯) વરણી સર્વાનુમતે કરવામાં આવેલી છે. આ નવી કારોબારી સમિતિના સભ્યોની શપથવિધિ તેમજ નવા જોડાયેલા તમામ સભ્ય મિત્રોના સ્વાગત કાર્યક્રમ કાલે તા. ર૦ ને શનિવારે સાંજે ૭ વાગે રાખેલ છે.

નવનિયુકત પ્રમુખ સુનિલભાઇ શાહ દ્વારા આ વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્ય કરતા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ મિત્રો એસોસીએશનમાં જોડાય અને સહુનો સાથ સહુનો વિકાસના ધોરણે પ્રગતિ કરે તે માટે કાર્યક્રમો જાહેર કર્યા હતા અને આ એસોસીએશન માતર સૌરાષ્ટ્ર પુરતું જ નહિ આખા ગુજરાતમાં ફેલાય તે માટે દરેક જીલ્લાવાર મેમ્બરો બનાવવા માટે આયોજનની બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી.

વધુમાં એોસીએશનના તમામ મેમ્બર મિત્રોને એપ્રિલ મહિનામાં મુંબઇમાં યોજાનાર નેશનલ લેવલના સિકયુરીટી અને સેફટી એકઝીબીશન 'સીકયોરેટક'માં તમામ મેમ્બરોને લઇ જવામાં આવનાર છે, તે ઉપરાંત મેમ્બરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, મોટીવેશનલ પ્રોગ્રામ્સ, ટેકનીકલ સેમિનારોનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના તેમજ સૌરાષ્ટ્રના લોકોને પણ બદલાતી ટેકનોલોજી અને લેટેસ્ટ અપડેટનો લાભ મળે તે માટે આ વર્ષમાં સૌરાષ્ટ્ર સિકયુરીટી અને સર્વેલન્સ અપડેશન શો કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

આ તકે વિદાય લેતી કમીટીના પ્રમુખ વિશાલભાઇ મહેતા, સેક્રેટરી જતીનભાઇ સંઘાણી, ઉપપ્રમુખ જેનીશભાઇ કંટારીયા, ટ્રેઝરર મનીષભાઇ પટેલ તેમજ કારોબારી સભ્યોશ્રી નવનીતભાઇ પટેલ, જયદીપભાઇ પટેલ, આકાશભાઇ ત્રિવેદી, ધર્મેશભાઇ ગાઠાણી, હરિકૃષ્ણભાઇ દલ (દલકાકા), દીપભાઇ રાજપરા તેમજ વિજયસિંહ જાડેજાએ તમામ સભ્યોના સાથ સહકાર બદલ આભાર માની નવનિયુકત કારોબારીના તમામ સભ્યોને સુચારૂ સંચાલન માટે શુભેચ્છા અને સમર્થનનો વિશ્વાસ આપ્યો હતો તેમ સેક્રેટરી જતીન કંઘાણીએ જણાવ્યું હતું.

(3:44 pm IST)
  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST