Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

eye post: અનોખી દ્રષ્ટિ - અનન્ય વિકાસ

યાજ્ઞિક રોડ પર રાજકોટની પાંચમી શાખાનું ઉદ્ઘાટન

રાજકોટ :. ચશ્માની અનોખી દુનિયા રાજકોટમાં વિકસી છે. આઈ-પોસ્ટ કંપની દ્વારા રાજકોટમાં યાજ્ઞિક રોડ પર વિવેકાનંદજીની પ્રતિમા પાસે પાંચમી શાખા-શો રૂમનું તાજેતરમાં ઉદ્ઘાટન થયુ હતું. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નામી કંપનીઓના વૈવિધ્યપૂર્ણ ચશ્માના અત્યાધુનિક શો-રૂમનું ઉદ્ઘાટન કેતનભાઈ કામાણીના હસ્તે થયું હતું. આઈ પોસ્ટના શો-રૂમ્સમાં નંબરવાળા-ગોગલ્સ ચશ્માનો ખજાનો ગોઠવાયો છે. શો-રૂમના પ્રારંભ પ્રસંગે દીપ પ્રાગટય વિજયભાઈ કામાણી અને હસમુખભાઈ કામાણીના હસ્તે થયું હતું. આ પ્રસંગે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની વિશેષ - પ્રેરક ઉપસ્થિતિ હતી. તેઓએ આઈ પોસ્ટના  મુકેશ કામાણી અને પરિવાર પર આશિર્વાદ વરસાવ્યા હતા. તસ્વીરમાં શો-રૂમનો ઉદઘાટન પ્રસંગ દર્શાય છે. શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કામાણી પરિવાર નજરે પડે છે. આ તકે નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા, કૌશિકભાઈ શુકલ, કશ્યપભાઈ શુકલ  સહિતનાઓએ આઈ પોસ્ટની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી અને આઈ પોસ્ટની ચશ્માની વિશાળ શ્રેણીને નિહાળી પ્રભાવિત થયા હતા.(૨-૨૪)

 

(4:48 pm IST)