Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગેરકાયદે ફટાકડા વેચવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.ર૦ : રાજકોટ શહેરનાં બી ડીવી.પો.સ્ટે જવાબદાર પોલીસ અધીકારીશ્રી વી.બી.ચૌહાણે પેટ્રોલીંગ દરમ્યાન પરમીટ કે લાયસન્સ વગર ફટાકડા વેચવાના ગુન્હામાં એકસપ્લોનીવ એકટની ૧૮૮૪ની કલમ-પ, કલમ-૯ (બી)(બી) અન્વયે કેશુભાઇ રવજીભાઇ માલકીયા રહે. ગંજીવાડા, મહાકાળી ચોક, રાજકોટનાં વિરૂધ્ધ ફરીયાદ કરેલ જે અન્વયે ફરીયાદી પોતે જ તપાનીશ અધીકારી પણ હોય ચાલુ કેસ દરમ્યાન તેઓ મરણ ગયેલ અને સાહેદો તથા પંચો ફરીયાદ પક્ષને સમર્થન ન આપતાં આ કામના આરોપી કેશુભાઇ રવજીભાઇ માલીકયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ રાજકોટનાં જયુડી.મેજી.શ્રીએ.એ. ખેરાદાવાલા એ  કરેલ છે.

આરોપી કેશુભાઇ રવજીભાઇ માલકીયા વતી રાજકોટનાં ધારાશાસ્ત્રી નિરવકુમાર કે. પંડયા, શ્રીમતી હર્ષા નિરવ પંડયા, શ્રીમતી નહા કમલેશ રવીયા, રાણાભાઇ ટી. સોલંકી રોકાયેલા હતા.

(4:47 pm IST)