Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

પાંચ વોર્ડમાં પાણીકાપ અને એક વોર્ડમાં નદીઓ વહી!!

આજે વોર્ડનં. ૧૭ના સહકાર નગરમાં ૪૦૦ એમ.ડબલ્યુ. ની મુખ્ય પાઇપ લાઇન તુટતા લાખો લીટર પાણી વેડફાયુઃ બીજી તરફ વોર્ડનં. ૧,૨,૭,૯,૧૧માં પાણી વિતરણ બંધ રહ્યું.

રાજકોટ તા. ૨૦ : હાલમાં આકરો ઉનાળો તપી રહ્યો છે. પાણીની માંગ વધી છે ત્યારે સરકાર લોકોને પાણી બચાવવા અપીલ કરે છે પરંતુ ખુદ તંત્રવાહકોની બેદરકારીને કારણે એક તરફ પાંચ વોર્ડમાં પાણીકાપ હતો. જયારે બીજી તરફ વોર્ડનં ૧૭માં આવેલ સહકાર નગરમાં પાણીની પાઇપલાઇનમાંથી લાખો લીટર પાણી વેડફાયુ હતું.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડન ં. ૧૭માં આવેલ સહકાર નગર મેઇન રોડ પર આ વિસ્તારની મુખ્ય પાઇપલાઇનમાં આજે સવારે ૧૦:૩૦ વાગ્યા આસપાસ ભંગાણ સર્જાયુ હતું. આ લાઇન તુટતા હજારો લીટર પાણી વેડફાયું હતું. આ વિસ્તારોમાં ભર ઉનાળે નદીઓ વહી હતી. આ પાઇપલાઇન તુટવાથી આ વોર્ડના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને જાણ થતા તેઓએ સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. અને યુધ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કરાયુ હતું. સુત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પાણી વિતરણમાં કોઇ અસર જોવા મળી ન હતી.

આ ઉપરાંત આજે વેસ્ટઝોનમાં વોર્ડનં. ૧,૨,૭,૯, તથા ૧૧ ના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવ્યુ નથી. આમ એક તરફ પાણી કાપતો બીજી તરફ હજારો લીટર પાણી વેડફાયું હતું.

(4:46 pm IST)