Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બિમારીઓ ભગાવો, સમાજને સ્વસ્થ રાખો : ડો.પ્રસન્ના રાઓ

સમાજને સાચી દિશા આપનારા શિક્ષક અને વૈદ્ય છે : ડો. શૈલજાઃ રાજકોટમાં કાલથી બે દિવસીય ''સ્વાસ્થ્ય કોન-૧૮'' : દેશભરમાંથી ૧૨૦૦ આયુર્વેદ ડોકટરો ભાગ લેશે

રાજકોટ, તા. ૨૦ : બિમારીઓ ભગાવો સમાજને સ્વસ્થ રાખો. વિદેશીઓએ ભારત પાસેથી જ આયુર્વેદની ટેકનોલોજી શીખી છે અને તેમાં તેઓના પ્રયોગો કરી ફરી એ જ દવાઓ બનાવી ભારતને જ બમણા ભાવે વહેચી રહી છે. આયુર્વેદ એ ભારતની જ દેન છે. આ શબ્દો છે કર્ણાટકની ધર્મસ્થાલા મંુના થેશ્વરા કોલેજ ઓફ આયુર્વેદા અને હોસ્પિટલના ડો. પ્રસન્ના રાઓ અને સ્ટુડન્ટ અફેર્સના ડીન ડો. શૈલજાના.

'અકિલા'ના કાર્યાલયે આવેલા ડો.પ્રસન્ના રાવ અને ડો. સૈલજાએ જણાવેલ કે સમાજને સાચી દિશા આપનાર શિક્ષક અને વૈદ્ય છે. બાળકોને સુવર્ણ પ્રાશન કરાવવુ ખૂબ જ જરૂરી હોય છે જેના ફાયદા ઘણા છે.

દરમિયાન હંસવાહિની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈન્ડિયન ઈન્સ્ટ્ીટ્યુટ ઓફ આયુર્વેદ રીસર્ચ અને હોસ્પિટલ રાજકોટ દ્વારા કોલેજ કેમ્પસ ખાતેના તા.૨૧-૨૨ (શનિ-રવિ) નેશનલ કોન્ફરન્સ ''સ્વાસ્થ્ય કોન-૧૮''નું આયોજન કરવામાં આવેલ છે. અતિથિ વિશેષ તરીકે આયુષ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચા, સી.સી.આઈ.એમ.ના પ્રેસીડન્ટ ડો.વનીથા મુરલીકુમાર, કમિશ્નર ઓફ હેલ્થ મેડીકલ સર્વિસ એન્ડ મેડીકલ એજ્યુકેશનના કમિશ્નર ડો. જયંતિ રવિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના વાઈસ ચાન્સેલર ડો. સંજીવ ઓઝા, સી.સી.આઈ.એમ.ના મેમ્બર ડો. ભરત બોઘરા, ડો. વિક્રમ ઉપાધ્યાય, ડો.જુલયા અન્સારી તથા એસ.ડી.એમ. હસનના પ્રિન્સીપાલ ડો. પ્રસન્ના રાવ ઉપસ્થિત રહેનાર છે.

આ પ્રસંગે ગુજરાતના પાંચ નામાંકિત, ભેખધારી આયુર્વેદાચાર્યનું સન્માન કરવામાં આવશે.

ડો. અર્પણ ભટ્ટ ''દિનચર્યા અને લાઈફ સ્ટાઈલ ડીસોડ્ર્સ'' વિષય પર પોતાનું વકતવ્ય રજૂ કરશે. ત્યારબાદ સાયન્ટીફીક સેશનનો પ્રારંભ થશે. જેમાં પીજીના વિદ્યાર્થીઓ પેપર રજૂ કરશે અને દિનચર્યાના વિષય પર કોન્ફરન્સના સ્થળ પર પોસ્ટર બનાવશે. પ્રથમ દિવસે સાંજે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ કલ્ચરલ પ્રોગ્રામમાં ભાગ લેશે.

''સ્વાસ્થ્ય કોન-૧૮''ના બીજા દિવસે એટલે કે ૨૨મીના રવિવારે માહિતી આપતા ઓર્ગેનાઈઝેશન કમીટી જણાવે છે કે દિવસના પ્રથમ અને કોન્ફરન્સના ત્રીજા સેશનમાં ડો. મંગલાગોરી રાવ ''દિનચર્યા હેલ્ધી ઈન્દ્રીયાસ અને બ્યુટી'' ત્યારબાદ કોન્ફરન્સના ચોથા સેશનમાં ડો. હિતેશ વ્યાસ પોતાના વકતવ્યમાં ''દિનચર્યા બેઈઝડ ઓન આહાર વિજ્ઞાન'' વિષય પર પોતાના મંતવ્ય રજૂ કરશે. ત્યારબાદ આયુર્વેદના વિષય પર તૈયાર કરેલ ડોકયુમેન્ટ્રી કોમ્પીટીશન રાખવામાં આવેલ છે. જેમાં અલગ અલગ આયુર્વેદના વિષયો પર ડોકયુમેન્ટ્રી ફિલ્મ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના અંતમાં અલગ અલગ સ્પર્ધામાં વિજેતાઓને એવોર્ડ આપવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે.

આયોજનમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી જશુમતીબેન કોરાટ, નેહલભાઈ શુકલ, પ્રશાંતભાઈ કોરાટ, ઓજસભાઈ ખોખાણી, ચેતનભાઈ રામાણી, નિતેશભાઈ અમૃતીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ વિગતો માટે કોન્ફરન્સના ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી ડો. સતીષ એચ. એસ. - ૯૬૨૪૬ ૫૩૭૩૩, તેમજ ડો. મૈત્રેય મણીયાર - ૯૯૭૨૪ ૫૪૪૪૨નો સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૧)

(4:44 pm IST)