Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાજકોટ જીલ્લામાં ૧પ૦ તળાવો-ચેકડેમો ઉંડા ઉતારવા અંગે પ્રભારી મંત્રીની હાજરીમાં મીટીંગ

ભુપેન્દ્રસિંહ ચુડાસમા-હારીત શુકલા રાજકોટમાં: સુજલામ-સુફલામ જળસંચય યોજના...: તમામ સાંસદ-ધારાસભ્યોને બોલાવ્યાઃ બપોરે ૩ વાગ્યાથી કલેકટર કચેરીમાં મીટીંગ શરૂ...

રાજકોટ તા. ર૦ : આગામી ૧લી મેથી રાજય સરકાર સૂજલામ-સુફલામ જળસંચય યોજના લાવી રહી છે, તત્કાલીન કલેકટર દ્વારા અગાઉ ૧૧ કરોડનો જીલ્લાનો મોસ્ટ પ્લાન તૈયાર કરાયો હતો, હવે નવા કલેકટર ૧લી મેથી આવી રહેલ જળસંચય યોજનામાં ૧પ૦ તળાવો-ચેકડેમોના ખોદાણ-ઉંડા ઉતારવા અંગેની કાર્યવાહી કરાવશે.

આજે આ સંર્દભે રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રભારી સચિવ શ્રી હારીત શુકલાની ઉપસ્થિતીમાં કલકેટર કચેરી ખાતે બપોરે રાા-૩ વાગ્યે મીટીંગ શરૂ થઇ છે, જેમાં તમામ સાંસદો-ધારાસભ્યોને ખાસ બોલાવાયા છે.

તબીબો-ખોદાણ-ઉંડી ઉતારવા અંગે સરકારે લોક ફાળા ઉપર ખાસ મહત્વ આપ્યું છે, લોકો-કે અન્યો જો કોઇ રીતે મદદરૂપ થાય તે સ્વીકારી લેવા નિર્દેશ અપાયો છે.

(4:43 pm IST)