Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાજકોટમાં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમિટનો પ્રારંભ

ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમિટનો પ્રારંભ રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાદ્યાય અને ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો વિશાળ એસી ડોમ સાથે ખુલ્લા મુકાયેલા આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમિટમાં પેહેલા જ દિવસે મોટી સનાખ્ય મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રની જાણકારી મેળવી હતીઓકટાગોં કોમ્યુનિકેશન્સ ના સી ઈ ઓ સંદીપ પટેલ અંશ સૌરાષ્ટ્ર મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે તમામ મહેમાનોને આવકારીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રનું મહત્વ અંગે પોતાના પ્રતિભાવ અપાય હતા પનીર બટરની ડિમાન્ડ આવનારા દિવસોમાં રહેશે તે અંગે પણ પ્લાનિંગ રજુ કરાયુ હતું.મગફળી અને શીંગતેલ ઉપર પણ મુખ્ય ફોકસ કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શીંગતેલ અંગે લોકો વધુ જાગૃત બને તે માટેના પ્રયાસો પણ આ સમિટમાં હાથ ધરાવાની તપરતમા દર્શાવી હતી. પેહેલા દિવસે જ ખેડતુંતો  અંદાઝે ૨૦૦૦ જેટલા ખેડૂતોએ સમીટીની મૂલાકાત લઇ જાણકારી મેળવી હતી. ઉપરાંત૧૦ જેટલા વિદેશી ડેલિગેશન પણ આવ્યા હતા અને મગફળી કપાસ અને ટેકસ્ટાઇલ ક્ષેત્રે આફ્રિકન દેશમાં જે તક છે તવે અંગે વિસ્તારથી વાતચીત કરી હતી થાઈલેન્ડ અને નેધરલેન્ડના તાજજ્ઞ અને એમ્બેસેડર પણ આવ્યા  હતા.આ એકસ્પોમાં એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ૧૨દ્મક વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજયોમાંથી લોકો ભાગ લેશે. કૃષિ ઉપરાંત કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનિજો, ફીશીન્ગ અને મરીન સાલવેજ, ઈમારતી અને લાકડું, ઈમીટેશન દાગીના, કધઝયુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જિનિયરિંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન, ખાદ્ય તેલ, મેટલ ફેબ્રિકેશન હાર્ડવેર અને દ્યણા બધા વિવિધ ક્ષેત્રો આ એકસ્પોનો ભાગ પણ જોવા મળશે.(૨૨.૧૨)

(4:42 pm IST)