Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

આર્ટ ઓફ લીવીંગ દ્વારા વાસદમાં સમર કેમ્પ

બાળકો તરૂણોમાં જ્ઞાન સાથે ગમ્મત અને સંસ્કારો સિંચન થશે : શ્રી શ્રી રવિશંકરજીના અનુયાયી ક્રિષ્ના કોટક વિવિધ વિષયોનું જ્ઞાન પીરસશે : મે માસમાં આયોજન

રાજકોટ તા. ૨૦ : આર્ટ ઓફ લિવિંગ દ્વારા વાસદ ખાતે આગામી મે માસમાં બાળકો તરૂણો માટે સમર કેમ્પનું આયોજન કરાયુ છે.

તા.૭ થી ૧૧ મે મહીસાગર નદીના કિનારે આર્ટ ઓફ લીવીંગના આશ્રમ વાસદ ખાતે યોજનાર આ સમર કેમ્પમાં શ્રી શ્રી  રવિશંકરના અનુયાયી ક્રિષ્ના કોટક બાળકો તરૂણોને જ્ઞાન સાથે ગમ્મત થાય અને સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવી તાલીમ આપશે.

ઉત્કર્ષ યોગા (આર્ટ એકસેલ કોર્ષ), મેઘા યોગા (લેવલ-૧ પસ કોર્ષ) કરાવાશે. સુદર્શન ક્રિયા, ધ્યાન, યોગા, હિસ્ટોરીકલ સ્ટોરી, આઉટ ડોર ઇન્ડોર ગેમ્સ, ફુડ અવેરનેસ અંગે જ્ઞાન અપાશે. તેમજ આત્મવિશ્વાસ એકાગ્રતા વધારવા શું કરવું તેની તાલીમ અપાશે.

બોડી લેંગ્વેજ, ટ્રેનીંગ, એકટીકેટ ટ્રેનીંગ, એકઝામ એકસપર્ટ વગેરે બાબતે નેશનલ ટ્રેનર દ્વારા માર્ગદર્શન અપાશે. ઉપરાંત ડાન્સ, ડ્રામા, ટ્રેકીંગ, બોટીંગ, આર્ટ એન્ડ ડ્રાફટને પણ આવરી લેવાશે. થીમ શો, ટેલેન્ટ શો, કલ્ચરલ એકટીવીટી, બલુન શો આ કેમ્પનું આકર્ષણ બની રહેશે.

ટુંકમાં બાળકો તરૂણોમાં માનવીય ગુણ ખીલી ઉઠે અને વડીલોને સન્માન આપતા તેમજ સમાજમાં ઉચ્ચ દરજજાનું સ્થાન મેળવતા થાય તેવું જ્ઞાન આ સમર કેમ્પમાં પીરસવામાં આવશે. ૭ થી ૧૧ મે યોજાનાર આ સમર કેમ્પમાં જોડાવા ઇચ્છુકોએ આયોજક ક્રિષ્ના કોટક (મો.૯૮૨૫૬ ૫૫૫૨૨) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં કેમ્પની વિગતો વર્ણવતા ક્રિષ્ના કોટક, કેમ્પનો લાઇ ચુકેલ વિદ્યાર્થી દીપ દવે, ભવ્ય બલદેવ, પેરેન્ટસ  ભાગેશ્વરી રાજાણી અને વોલન્ટીયર પ્રિતી દક્ષીણી નજરે પડે છે. (તસ્વીર :  વિક્રમ ડાભી)

(4:42 pm IST)