Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થ સ્વરુપા, વચનાસિધ્ધકા બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં

પુણ્યા શ્રાવકની શુધ્ધ સામાયિક સમારોહ સંપન્ન

 રાજકોટઃ તા.૨૦, ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે પુણ્યા શ્રાવકની શુધ્ધ સામાયિકની અપુર્વ અનોખી આરાધના ચાલી રહી છે જેમા પૂ. મહાસતીજી પ્રત્યે શ્રધ્ધા ભાવના ભાવતાં દરેક શ્રધ્ધાવાન શ્રાવક-શ્રાવિકાઓ આ આયોજનમાં દર વીસ તારીખે  ભાગ લે છે. 

 પૂ.  મોટા મહાસતીજી ભગવાન તુલ્ય છે. વીસ તારીખે આ તીર્થધામમાં પ્રથમ પગલાં મુકેલ છે માટે આ ધરતી પર કાયમી દર વીસ તારીખે અપુર્વ આરાધના થાય છે. આજે સવારે ૯ થી ૧૧ સુધી અનુપુર્વી જાપ- ઉવસ્સગ્ગહં જાપ પાંસઠીયા જાપ ઇન્દુબાઇ સ્વામી શરણંમમ ના જાપ , નમો સપ્તરંગી જાપ કરવામાં આવેલ બધાને રૂ.૫૦નું બહુમાન કરવામાં આવેલ

 આજે સ્વધર્મીબંધુઓને ઔષધદાન  (દવાનું દાન)  તથા મુંગા જીવોને મિષ્ટદાન આપવામાં આવેલ છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સામેલ સેવા મંડળ તથા સોનલ સિનિયર સીટીઝન સેવા બજાવેલ પૂ. મોટા મહા સિનિયર સીટીઝન સેવા બજાવેલ પૂ. મોટા મહાસતીજીના દર્શન- વાણીનો લાભ લેવા વિનંતિ (૪૦.૫)

(2:44 pm IST)