Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

શેઠ બિલ્ડર્સવાળા મુકેશભાઇ શેઠના 'સિલ્વર હાઇટ્સ' પ્રોજેકટને શ્રેષ્ઠ રહેણાંક કેટેગરીનો એવોર્ડ એનાયત

રાજકોટ : આર.આર. કેબલ દ્વારા સીએનબીસી બજાર અને ગુજરાત રીયલ એસ્ટેટ દ્વારા ત્રીજા વર્ષે એવોર્ડ વિતરણ સમારોહ યોજાતા ગુજરાતના તમામ શહેરોમાંથી ૧ હજારથી વધુ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી. જયુરી તરીકે હીરેનભાઇ પટેલ, વિજયભાઇ શાહ, ઇરફાન કુરેશી, પી. કે. શશીધરે સેવા આપી હતી. નિર્ણાયકોએ જાહેર કર્યા મુજબ રાજકોટના શેઠ બિલ્ડર્સવાળા મુકેશભાઇ શેઠના 'સિલ્વર હાઇટ્સ' પ્રોજેકટને અલ્ટ્રા લકઝરીયસ સેગ્મેટ હેઠળ શ્રેષ્ઠ રહેણાંક પ્રોજેકટમાં પ્રથમ વિજેતા જાહેર કરાતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. (૧૬.૧)

(2:43 pm IST)