Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

નવાગામ આણંદપરમાં બિહારી નવોઢા શકુંતલીને ટીબીનો રોગ ભરખી ગયો

છ માસ પહેલા જ લગ્ન થયા'તાઃ પતિ મિથુન શોકમાં ગરક

રાજકોટ તા. ૨૦: નવાગામ આણંદપર રામદેવ પાર્કમાં રહેતાં મુળ બિહારના મિથુન મંડલની પત્નિ શકુંતલી (ઉ.૨૦)ને ટીબીની બિમારી હોઇ રાત્રે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે છ માસ પહેલા જ આ યુવતિના લગ્ન થયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. આર. આર. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પતિ મિથુન સાડી ધોવાની મજૂરીનું કામ કરે છે. બનાવથી તે શોકમાં ગરક થઇ ગયો હતો.

(12:19 pm IST)