Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

'હિંદુ આતંકવાદ' અને 'ભગવા ત્રાસવાદ' જેવો શબ્દપ્રયોગ કરનાર કોંગ્રેસ માફી માગેઃ રાજુભાઇ ધ્રુવ

સત્તા માટે વ્યાકૂળ બનેલી કોંગ્રેસ કેટલી હદે નીચે ઉતરી શકે છે તેનો આ શરમજનક નમૂનો છે

રાજકોટ તા. ૨૦ : 'હિંદુ આતંકવાદ' અને 'ભગવા ત્રાસવાદ'જેવા શબ્દો પ્રયોજવા બદલ રાજુભાઈ ધ્રુવે કોંગ્રેસની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ પી. ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ, સુશીલકુમાર શિંદે અને સલમાન ખુરશીદે 'હિંદુ આતંકવાદ'જેવા શબ્દોનો ઉપયોગ કરી સમગ્ર દેશ, હિંદુ સમાજ તેમજ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનું ભયાનક કાવતરૃં ઘડ્યું છે. હિંદુ પ્રજા શાંતિ, સૌહાદ અને સહિષ્ણુતાનોનો બેજોડ ઈતિહાસ ધરાવે છે. વિશ્વની આ મહાન સંસ્કૃતિનું ઘોર અપમાન કરતા હળાહળ જુઠ્ઠાણા બદલ કોંગ્રેસે દેશવાસીઓની તત્કાળ, બિનશરતી અને જાહેર માફી માગવી જોઈએ, અન્યથા, રાષ્ટ્રપ્રેમી તેમજ ધર્મ પરસ્ત ભારતીય પ્રજા કોંગ્રેસને કદીયે માફ નહીં કરે.

શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, 'અંગ્રેજોની 'ભાગલા પાડો ને રાજ કરો'ની કુનીતિ કોંગ્રેસના 'ડીએનએ'માં છે. ભૂતકાળમાં 'પંડિત' જવાહરલાલ નહેરુએ બિન-સામ્પ્રદાયિકતાના ઓઠા હેઠળ દેશભરમાં હિન્દુવિરોધી માનસિકતા ફેલાવવાનું કામ જ કર્યું હતું. આ ધ્રુણાસ્પદ 'પરંપરા'સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસે આગળ વધારી છે. આવી ગંદી રાજનીતિ અપનાવનાર કોંગ્રેસને ભારતીય પ્રજાએ દેશભરમાંથી ઉખેડીને ફેંકી દીધી છે. સત્ત્।ા વિના વ્યાકૂળ બનેલી કોંગ્રેસે હવે સમગ્ર હિંદુ સમાજને નિશાન બનાવ્યો છે. દુનિયાભરમાં હિન્દુઓને ખરાબ ચિતરીને હિન્દુસ્તાનમાં ફરીથી સત્ત્।ા કબજે કરવાની અત્યંત હીન તેમજ ગંદામાં ગંદી રમત કોંગ્રેસે આદરી છે.'

નિવેદનમાં જણાવાયું છે કે, 'હિન્દુ આતંકવાદ'અને 'ભગવા ત્રાસવાદ ' જેવો કોઈ સપને પણ કલ્પી ના શકે તેવા હિણપતભર્યા શબ્દપ્રયોગ કરીને કોંગ્રેસે પોતાની હિન્દુવિરોધી માનસિકતા વધુ એકવખત છતી કરી છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ પ્રજાના ભોળપણનો ગેરલાભ ઉઠાવી દાયકાઓ સુધી સત્ત્।ા ભોગવનાર કોંગ્રેસે હંમેશા હિંદુ પ્રજાનો ભયંકર દ્રોહ જ કર્યો છે; અને હવે સમગ્ર હિંદુ સમાજનું ઘોર અપમાન કર્યું છે.'

નિવેદનમાં શ્રી ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, '૨૦૧૩ની સાલમાં, કોંગ્રેસના જયપુર અધિવેશનમાં શ્રીમતી સોનિયા ગાંધી, શ્રી રાહુલ ગાંધી અને શ્રી મનમોહન સિંહની હાજરીમાં તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ મંચ પરથી 'હિંદુ આતંકવાદ'શબ્દનો ઉપયોગ કર્યો હતો. હજારો વર્ષોથી વિદેશીઓના સાંસ્કૃતિક અને રાજકીય આક્રમણો છતાં, સહિષ્ણુતાનું જતન કરનાર બેનમુન ભારતીય સંસ્કૃતિને, હિંદુત્વની આગવી ઓળખરૂપ ભગવા રંગને અને શાંતિ-પરસ્ત હિંદુઓને ગાળો આપવાનું કામ આ કોંગ્રેસ પક્ષે કર્યું છે. ૨૦૧૦માં પી. ચિદમ્બરમે પણ 'હિંદુ આતંકવાદ'શબ્દનો પ્રયોગ કર્યો હતો.'

'કોંગ્રેસનો માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ લોકશાહી ઢબે ચૂંટાયેલી પ્રજાલક્ષી ભાજપ સરકારને સત્તાભ્રષ્ટ કરવાનો છે. આથી માત્ર ભાજપને જ નહીં, સમગ્ર હિંદુ ધર્મને બદનામ કરવા માટે કોંગ્રેસે 'ભગવા આતંકવાદ'જેવા શબ્દપ્રયોગ કર્યા છે. ભારતીય સમાજમાં હળાહળ ઝેર ઘોળવાનું આ કોંગ્રેસી કારસ્તાન છે. પરંતુ, પ્રખર રાષ્ટ્રવાદીઓ જીવિત છે ત્યાં સુધી આ દેશમાં સામાજિક એકતા તોડવાના અને સદ્દ્ભાવપૂર્ણ વાતાવરણને ખતમ કરવાના કાવતરાઓમાં કોંગ્રેસ કદીયે સફળ નહીં થાય.' તેમ નિવેદનના અંતે શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.(૨૧.૧૪)

(10:52 am IST)