Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રપ મીએ ડ્રગ્‍સ વિરોધી નાઇટ હાફ મેરેથોનનું ભવ્‍ય આયોજન : યુવાનોમાં અદમ્‍ય ઉત્‍સાહ

રાજકોટઃ રપ મી માર્ચે ડ્રગ્‍સના દુષણને ડામવાના સંયુકત પ્રયાસો રૂપે ડ્રગ્‍સ વિરોધી નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે. જેની માહિતી આપવા માટે રાજકોટ રનર્સ એસોસીએશનના હોદેદારોએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાની મુલાકાત લઇ આયોજન સંબંધી માહિતીનું આદાન-પ્રદાન કર્યુ હતું ત્‍યારની તસ્‍વીરમાં ડો. અજીતસિંહ વાઢેર, ડો.દેવેન્‍દ્ર રાખોલીયા, પુનીત કોટક અને ડો.દિપ્‍તીબેન મહેતા સાથે અકિલાના સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૦:  રાજકોટ રનર્સ એસોસીએશન અને સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલ મેનેજમેન્‍ટ એસોસીએશનના સંયુકત ઉપક્રમે રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્‍સના સેવન વિસ્‍ત જાગરુકતા લાવવાના શુભ આશય સાથે આગામી તા. ૨૫ માર્ચના રોજ રાત્રે ૧૦ કલાકે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતેથી નાઇટ હાફ મેરેથોનનુ  ઉદદ્યાટન અને ફ્‌લેગ ઓફ ગુજરાતના રમતગમત મંત્રી અને ગળહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી અને કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવશે.

રાજકોટ રનર્સ એસોસીએશનના સેક્રેટરી ડો. દેવેન્‍દ્ર રાખોલીયા જણાવે છે કે રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન સૌરાષ્‍ટ્રમાં કદાચ પ્રથમવાર થવા જઇ રહ્યું છે. આ મેરેથોનના ઉપલક્ષમાં એક બીંબ એકસ્‍પોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. દેશમાં યોજાતી તમામ મોટી મેરેથોન ઇવેન્‍ટમાં આ પ્રકારનો એકસ્‍પો યોજાતો હોય છે, જેનો લાભ આ વખતે રાજકોટ અને સૌરાષ્‍ટ્રના લોકોને પણ મળશે. આ એકસ્‍પોમાં દેશની જાણીતી ફિટનેસ કંપનીઓ દ્વારા બજારમાં રનર્સને લગતી, રમત-ગમતને લગતી ફિટનેસને લગતી અને હેલ્‍થ અવેરનેસને લગતી લેટેસ્‍ટ અને ટ્રેન્‍ડીંગ વસ્‍તુઓનું પ્રદર્શન અને વેચાણ હશે. ઉપરાંત રનર્સ કલબ દ્વારા મેરેથોનના ફાયદાઓ, નિયમો અને રનર્સ કેવી રીતે ફિટનેસ મેઇન્‍ટેન કરવી વગેરે જેવી બાબતોની માહિતી પણ પ્રદર્શીત કરાશે. આ સાથે રાજકોટની સ્‍વનિર્ભર શાળાના વિધાર્થીઓ માટે યોજાયેલ પેઇન્‍ટીંગ કોમ્‍પીટીશનમાંથી સિલેક્‍ટ કરેલ શ્રેષ્ઠ કળતિઓને અહીં પ્રદર્શીત કરાશે. આ એકસ્‍પોનું ઉદદ્યાટન ગુરુવાર ને તા. ૨૨ ના રોજ બપોરે ૧૨ કલાકે કરાશે. એકસ્‍પોનો સમય સવારે ૧૦ થી રાત્રે ૧૦ કલાક નો રહેશે. પ્રદર્શનમાં જાહેર જનતા માટે નિઃશુલ્‍ક પ્રવેશ રહેશે જેથી સર્વેને આ પ્રદર્શનનો લાભ લેવા અયોજકો દ્વારા ઇજન કરવામાં આવે છે.

 આ હાફ મેરેથોનના સહઆયોજક રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી વી મહેતા જણાવે છે કે હાલમાં ડ્રગ્‍સ વિરોધી અભિયાન વિષય અંતર્ગત યોજયેલ ચિત્ર સ્‍પર્ધામાં નો ડ્રગ્‍સ, સે નો ટુ ડ્રગ્‍સ સ્‍લોગનનો ઉપયોગ કરીને વિધાર્થીઓએ તેમની મૌલિક કલ્‍પનાશક્‍તિથી બનાવેલા ચિત્રોમાં રંગો ભર્યા હતા. આ ડ્રોઈંગ કોમ્‍પિટીશનનો હેતુ યુવા વર્ગને ડ્રગ્‍સના સેવનથી રોકવા સમાજનો ઉધ્‍ધાર કરવા તદુરસ્‍તીભર્યું જીવન જીવવા અને પોઝીટીવ થીંકીંગ તરફ લઇ જવાનો હતો. આ સ્‍પર્ધામાં રાજકોટની શાળાઓના ૫૦૦૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાથી પસંદગી પામેલ શ્રેષ્ઠ ચિત્રોને બીબ એકસ્‍પોમાં પ્રદર્શીત કરાશે.

અત્રે એ ઉલ્લેખ્‍ખનીય છે કે તા. ૨૫ માર્ચના યોજાનાર નાઇટ હાફ મેરેથોનમાં જોડાવવા માટે યુવાઓમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં યુવાઓના વિવિધ ગ્રુપ મેરેથોનની પ્રેકટીસ રુપ રાજકોટ શહેરના રાજમાર્ગો અને રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ફરતે દરરોજ સવારે અને સાંજે પ્રેકટીસ રન કરતા જોવા મળી રહ્યા છે, જે દર્શાવે છે કે આ નાઇટ હાફ મેરેથોને લોકોમાં તહેવાર જેવો ઉત્‍સાહ અને ઉમંગનો સંચાર કર્યો છે.

આ નાઇટ હાફ મેરેથોનનું ઉદદ્યાટન અને ફલેગ ઓફ સેરેમનીમાં ગુજરાતના રમતગમત મંત્રી અને ગળહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી, કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, રાજયસભા સાંસદ શ્રી રામભાઇ મોકરીયા રાજકોટના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, રાજકોટના ધારાસભ્‍યશ્રીઓ શ્રી ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, શ્રી રમેશ્‍માઇ ટીલાળા, શહેર ભાજપા પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી, રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા સહિતના વિવિધ શ્રેત્રના મહાનુભાવો અને અધિકારીઓ  ખાસ ઉપસ્‍થિત રહી આયોજકો અને પ્રતિયોગીઓનો ઉત્‍સાહ વધારશે.

આ નાઇટ હાફ મેરેથોનના આયોજનને સફળ બનાવવા રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતા, મહામંત્રી શ્રી પરિમલભાઈ પરડવા મહામંત્રી શ્રી પુષ્‍કરભાઇ રાવલ, પૂર્વ જીલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, ઝોન ઉપપ્રમુખ શ્રી સુદીપભાઇ મેહતા, શ્રીકાંત તન્ના, રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, સેક્રેટરી ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, શ્રી પુનિતભાઇ કોટક, ડો દિપ્તિ મહેતા, શ્રી રવિભાઇ ગણાત્રા, શ્રી સનતભાઇ માખેચા, શ્રી દિપેનભાઇ પટેલ અને શ્રી મેહુલભાઇ નથવાણીના માર્ગદર્શનમાં રનર્સ એસોસીએશન, શાળા સંચાલક મંડળ ઉપરાંત રાજકોટની વિવિધ સ્‍વયંસેવી સંસ્‍થાઓના વોલીયનટર્સ, રાજકોટ પોલીસના અને રાજકોટ મહાનગરપાલીકાના અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે

(4:51 pm IST)