Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

માધવપુર મેળાની ઉજવણી સંદર્ભે રાજકોટ શહેર અને જિલ્લાના મંદિરો - હવેલીઓને શણગારવા અને ઉજવણી આયોજન અર્થે બેઠક

રાજકોટ:કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર પંથકના માધવપુર (ઘેડ) ખાતે આગામી તા. ૩૦ માર્ચથી તા. ૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન યોજનાર મેળાની ઉજવણી સંદર્ભે રાજકોટ શહેર અને જિલ્લાનાં આવેલા મંદિરો - હવેલીઓને પણ શણગારવામાં અને રોશની કરવા જેવી બાબતોના આયોજન અર્થે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી

આ બેઠકમાં વલ્લભાશ્રય હવેલીના ગોસ્વામી અભિષેક કુમાર, બાલકૃષ્ણ દાસજી હવેલીના અલ્કેશ વ્યાસ ઇસ્કોન સંસ્થાના અનિકેત દાસ, સ્વામિનારાયણ સંસ્થા, સર્વોત્તમ સેવા સંસ્થાના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહી આગામી દિવસોમાં તેઓ દ્વારા હાથ ધરાનાર કાર્યક્રમો અંગેની વિગતોની જાણકારી આપવામાં આવશે.

આ ઉપરાંત તા ૦૧ એપ્રિલના રોજ રાજકોટ શહેર અને જિલ્લામાંથી સાધુ - સંતો, વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો ઇસ્કોન મંદિરના અનુયાયીઓ વગેરે માધવપુરના મેળાને માણવા માટે ઈચ્છા ધરાવનાર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 pm IST)