Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજકોટ ડીસ્ટ્રીકટ જજનાં પરિપત્રના વિરોધમાં રાજકોટ બાર એસોમ દ્વારા કાલે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના ઠરાવને ગોંડલ, જેતપુર,જસદણ, લોધીકા, પડધરી સહિત તમામ વકીલ મંડળોનો ટેકો

રાજકોટના MACP બાર, રેવન્યુ બાર, રેવન્યુ પ્રેક્ટીસનર્સ એસો, લેબર બાર, ક્રિમીનલ બાર, લેડી લોયર્સ એસો. સહિતના તમામ વકીલ મંડળોએ ટેકો જાહેર કર્યો.

રાજકોટ બાર એશોસીએશનની કારોબારી કમીટીની મીટીંગમાં ઠરાવ પસાર કરાયો હતો કે રાજકોટ શહેરની અદાલતોમાં વકીલ સાથેના વર્તન વ્‍યવહાર તથા વકીલોને પડતી મુશ્‍કેલીઓ સંદર્ભમાં બાર એશોસીએશનના હોદેદારોએ કરેલી રજુઆતો મુજબની પગલા લેવા અને તારીખ ૧૮/૧૦/ર૦ર૧નો પરીપત્ર નંબર-બી-૭૮૬/ર૦ર૧ રદ કરવા ડીસ્‍ટ્રીકટ જજશ્રીને તથા ગુજરાત હાઇકોર્ટને પત્રો લખવા છતાં કોઇ પ્રતિભાવ નહિં મળતા તેમજ વકિલોના ઉપસ્‍થિત થયેલ પ્રશ્‍નો અનુસંધાને પગલા લેવાતા ન હોય હાઇકોર્ટ તથા તંત્રનું ધ્‍યાન દોરવા તારીખ ર૧/૩/ર૦ર૩ ને મંગળવારના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી વકીલોએ અલીપ્‍ત રહેવાનું ઠરાવવામાં આવે છે આ અંગે ભાવી પગલા માટે જનરલ બોર્ડ તારીખઃ ર૩/૩/ર૦ર૩ના ગુરૂવારના રોજ બપોરે ૧ર-૦૦ કલાકે બોલાવવાનું ઠરાવવામાં આવે છે.

રાજકોટ બાર એસોસિયેશનના આવતીકાલે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના આ ઠરાવને ગોંડલ, જેતપુર,જસદણ, લોધીકા, પડધરી સહિત તમામ વકીલ મંડળોનો ટેકો મળ્યો છે રાજકોટના MACP બાર, રેવન્યુ બાર, રેવન્યુ પ્રેક્ટીસનર્સ એસો, લેબર બાર, ક્રિમીનલ બાર, લેડી લોયર્સ એસો. સહિતના તમામ વકીલ મંડળોએ ટેકો જાહેર કર્યો છે

 

આ ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ લલીતસિંહ જે. શાહી, પુર્વ પ્રમુખરી અર્જુનભાઇ એસ. પટેલ, ઉપ પ્રમુખ એન. જે. પટેલ, સેક્રેટરી દિલીપભાઇ એન. જોષી, જોઇન્‍ટ સેક્રેટરી જયેન્‍દ્રસિંહ એફ. રાણા, ટ્રેઝરર કિશોરભાઇ આર. સખીયા, લાયબ્રેરી સેક્રેટરી જયદેવભાઇ જી. શુકલ, કારોબારી સભ્‍ય જીજ્ઞેશ એમ. જોષી, તુલસીદાસ બી. ગોંડલીયા,મહર્ષીભાઇ સી. પંડયા, જયંતકુમાર વી. ગાંગાણી, ગીરીશભાઇ કે. ભટ્ટ, જી. એલ. રામાણી, જી. આર. ઠાકર, બીપીનભાઇ એચ. મહેતા, બીપીનભાઇ આર. કોટેચા, રંજનબા ટી. રાણાએ સમર્થન આપેલ છે.

(11:23 pm IST)