Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજકોટના બે વૃદ્ધને કોરોનાના લક્ષણો જણાતા સિવિલમાં ખસેડાયા : સેમ્પલ જામનગર મોકલાયા

શહેરના 61 અને 71 વર્ષના બે વૃધ્ધને કોરોના લક્ષણ

રાજકોટમાં પણ કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ દાખલ થતા તંત્ર વધુ સતર્ક બન્યુ છે. અને પોઝિટિવ કેસનો દર્દી જે કોઈના સંપર્કમાં આવ્યો છે. તેની પણ ચકાસણી કરવામાં આવી. રાજકોટમાં જે શખ્સનો કેસ પોઝિટીવ આવ્યે તે મક્કાથી આવ્યો હતો. તે ટ્રેન મારફતે તેઓ રાજકોટ પહોંચ્યો હતો. ધોરાજીની એક ફેક્ટરી અને બેસણામાં ગયા હતા, તેઓ કોના સંપર્કમાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. તો વધુ બે વ્યક્તિના રિપોર્ટ જામનગર લેબમાં મોકલાયા છે. રાજકોટ શહેરના 61 અને 71 વર્ષના બે વૃધ્ધને કોરોના લક્ષણ જણાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં 8 વ્યક્તિ સારવાર હેઠળ છે.

(12:49 am IST)