Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મહાત્માં ગાંધી ચોક પાસે વૃદ્ધા મધુબેન ખાંડવીને ભત્રીજા વહુ અને ભત્રીજાએ માર માર્યો

ભાત્રીજા વહુને જુદા-જુદા વ્યકિતઓ મળવા આવતા આક્ષેપઃ પાડોશીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા

રાજકોટ તા. ર૦ : પારેવડી ચોક પાસે મહાત્માંગાંધી ચોક પાસે રહેતા વૃદ્ધાને તેના ભત્રીજા અને ભત્રીજા વહુએ માર મારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પારેવડી ચોક નજીક મહાત્માંગાંધી ચોક શેરી નં.૧માં રહેતા મધુબેન દિનેશભાઇ ખંડવી (ઉ.૬૦) સવારે પોતાના ઘરે હતા ત્યારે મકાનના ઉપરના ભાગે રહેતા ભત્રીજા અતુલ ખંડવી અને તેની પત્ની નેહા ખંડવીએ આવી તેની સાથે ઝઘડો કરી ઢીકાપાટુના મારમાર્યો હતો.

દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મધુબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના બીછાને રહેલા મધુબેન ખંડવીએ જણાવ્યું હતું કે પોતાના મકાનના ઉપરના માળે રહેતી ભત્રીજા વહુને અવાર-નવાર અલગ - અલગ વ્યકિતઓ મળવા આવતા હોઇ તે બાબતે તેને સમજાવતા તેણે બોલાચાલી કરી ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો આ અંગે બીડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ કે.યુ.વાળાએ તપાસ હાથ ધરી છે.આ બનાવ મામલે તેના પાડોશીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા.

(4:45 pm IST)