Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રવિવારે જનતા કર્ફયુ અંર્તગર્ત જૈન દેરાસરો બંધ રખાશે

સવારે ૫:૩૦ વાગ્યે જિનાલયો ખોલાશે અને ૭ વાગ્યે આરતી- મંગલદિવા બાદ માંગલિક કરાશે

રાજકોટ,તા.૨૦: હાલમાં દેશમાં મહામારી કોરોના બિમારીથી બચવા સરકાર દ્વારા પ્રશંસાપાત્ર પગલાઓ લેવાઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રવિવાર તા.૨૨ના જનતા કર્ફયુ રાખવાની અપીલના અનુસંધાને શ્રી રાજકોટ મૂર્તિપૂજક જૈન સમાજે સર્વાનુમતે નકકી કર્યા મુજબ રાજકોટના તમામ જિનાલયો (દેરાસરો) રવિવાર તા.૨૨ના સવારના ૫:૩૦ વાગે ખોલવામાં આવશે અને સવારના ૭ કલાકે આરતી- મંગલદિવો કરી જિનાલયો માંગલિક (બંધ) કરવામાં આવશે.

રવિવાર તા.૨૨ના ઉપાશ્રયોમાં વ્યાખ્યાન તેમજ અન્ય ધાર્મિક અનુષ્ઠાનો બંધ રાખવામાં આવેલ છે. શ્રાવક- શ્રાવિકોઓને સહકાર આપવા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી) પ્રમુખ જીતુભાઈ ચાવાળા તથા દરેક જિનાલયો- સંઘોના પ્રમુખોએ સર્વેને અપીલ કરી  છે.

(4:28 pm IST)