Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઇન્ડોર સ્ટેડીયમ - એથ્લેટીકસ સદંતર બંધ

રાજકોટ તા. ૨૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિત રમત ગમત પ્રવૃત્તિના કોરોનાને કારણે બંધ કરવામાં આવી છે.

તા. ૨૦ માર્ચ ૨૦૨૦થી દસ દિવસ માટે સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કોઇપણ જાતની રમત ગમત અને તાલીમની પ્રવૃત્તિઓ કરવા માટે જાહેર જનતાને પ્રવેશ ન લેવા અપીલ કરવામાં આવી.

તમામ રમત ગમતની પ્રવૃત્તિઓ, જીમ તથા ઇન્ડોર સ્ટેડીયમ અને વોકિંગ માટે એથ્લેટીકસ ટ્રેક સદંતર બંધ રહેશે. પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વધુ સંખ્યામાં એકઠા ન થવા સૌને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સૌ રમતપ્રેમીઓ અને સ્વાસ્થ્ય માટે જાગૃત નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

(4:27 pm IST)