Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાને કારણે સરકારે યાત્રા સ્થળો-મંદિરો બંધ કરતા રાજકોટ-સૌરાષ્ટ્રના પ૦૦ મુસાફરો પરત ફર્યા

મુસાફરો-ટુર આયોજકો વચ્ચે વળતર બાબતે માથાકૂટઃ કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ર૦ : યાત્રી પ્રવાસી એન્ડ ટુર ઓપરેટર્સ વૃંદાવન યાત્રા સંઘના વૈકુંઠભાઇ નિમાવતે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પ૦૦ થી વધારે યાત્રાળુ બસ દ્વારા યાત્રાએ ગયેલા, સરકારના યાત્રા સ્થળો-મંદિરો બંધ આદેશ અનુસંધાને રજૂઆત ો કરી હતી.

પત્રમા જણાવેલ કે, રાજકોટ બસ ટુર્સ ઓપરેટર યાત્રી પ્રવાસી વેલફેર સોસાયટી એસોસિએશનના બસ ટુર ઓપરેટરે મોકલેલ પ્રવાસ વિવિધ સ્થળોએ દર્શન કરી આગળ વધતા હતાં ત્યારે સરકારશ્રીએ ધાર્મિક વિવિધ સ્થળો બંધ કરવાનો આદેશ આપેલ. જેની તા. ૧ર માર્ચથી ઉપડેલા પ્રવાસો આશરે સૌરાષ્ટ્રના પ૦૦ યાત્રીકો વિવિધ સ્થળોથી પરત આવી રહેલ છે. જેમાં યાત્રા દિવસ-૩પ થી ૬૦ દિવસની હતી, આગલા મંદિરો, ધાર્મિક સ્થળો બંધ કરવાની યાત્રાળુમાં નિરાશા થઇ અને આગળના કાર્યક્રમમાં રસ્તામાં ચેકીંગ બોર્ડર ઉપર રોકી દેવા, ખાલી શરદી થઇ હોય હોસ્પિટલમાં દાખલ કરી દે તો આનાથી ભયભીત આવા વિવિધ કારણોને લઇ સૌરાષ્ટ્રમાંથી પ૦૦ યાત્રાળુ ગયેલા યાત્રીઓ રસ્તામાંથી અધ્ધવચ્ચેથી પ્રવાસ ટુંકાવીને પરત રાજકોટ-સૌરાષ્ટ્ર તરફ રવાના થયેલ છે.

આના કારણે ટુર બસ ઓપરેટરોને નુકશાની તથા યાત્રીઓ સાથે વાંધાઓથી વળતર આપવા આગામી સમયમાં શું કરવું, શું ન કરવું વિગેરે બસ વાળાને સહન કરવું પડે છે. બસવાળાને મહીને ૪૪૦૦૦ ટેકસ ભરવો પડે છે તે રીફંડ પણ ન મળે આવી સમસ્યાઓનું સમાધાન કરવા સરકારને વિનંતી છે.

(4:26 pm IST)