Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વિશ્વ વ્યાપી કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને ર૦ માર્ચથી રેલ્વે ટિકિટ કન્સેશન પર રોક

રાજકોટ : રેલ્વે બોર્ડ દ્વારા કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને તેના ચેપને રોકવા માટે અનેક નિવારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં રેલ્વે બોર્ડે ર૦ માર્ચ, ર૦ર૦ થી મુસાફરોને બધી છુટછાટો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ટ્રેનોમાં ભીડને કાબુમાં લેવા માટે લેવામાં આવ્યો છે. પરંતુ રેલ્વે ટિકિટની છુટ વિદ્યાર્થી, દિવ્યાંગ અને દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે.

હાલની પરિસ્થિતિમાં રેલ્વે ટિકિટ છુટછાટ અટકાવવાનો હેતુ કોરોનાવાયરસ (કોવિડ ૧૯) ના ચેપને રોકવા માટે ટ્રેનોમાં ભીડ ઘટાડવાનો છે. રાહત પરનો પ્રતિબંધ રેલ્વે બોર્ડ તરફથી આવતા આદેશો મળે ત્યાં સુધી અમલમાં રહેશે.

(4:25 pm IST)