Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મહાપાલિકા કચેરી-સીવીક સેન્ટરોમાં વેરા સ્વીકારવાનું બંધ

કરદાતાઓને રૂબરૂને બદલે ઓનલાઈન વેરા ભરવા મ્યુ. કમિશ્નર અગ્રવાલની અપીલ

રાજકોટ, તા. ૨૦ :. કોરોનાનું સંક્રમણ રોકવા મ્યુ. કોર્પોરેશનની કચેરીઓ તથા સીવીક સેન્ટરોમાં વેરા સ્વીકારવાનું બંધ કરાયુ છે.

આ અંગે મ્યુ. કમિશ્નરશ્રી અગ્રવાલે જાહેર જનતાને અન્ય એક ખાસ અપીલ કરતા એમ કહ્યું હતુ કે જે નાગરિકો મિલકત વેરો ચૂકવવા માટે કે મનપાની સેવાઓ અંગે કોઈ ફરીયાદ હોય તો તે કામ માટે વોર્ડ ઓફિસ કે ઝોન ઓફિસમાં રૂબરૂ મુલાકાત લેવાને બદલે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરે. વર્તમાન સમય સંજોગોના ઉપલક્ષમાં નાગરિકો આ પ્રકારે રાજકોટવાસીઓના જાહેર હિતમાં વહીવટી તંત્રને સહયોગ આપી પોતાનો નાગરિક ધર્મ બજાવે તે ખૂબ જ જરૂરી છે. નાગરિકો પોતાની ફરીયાદ નોંધાવવા મહાનગરપાલિકાના ચોવીસે કલાક કાર્યરત રહેતા કોલ સેન્ટરના ફોન નંબર - ૦૨૮૧ ૨૪૫૦૦૭૭ ડાયલ કરી શકે છે.

(4:24 pm IST)