Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાના પગલે રાજકોટની અદાલતોમાં ઝડબેસલાક બંદોબસ્તઃ પક્ષકારો પોલીસ-વકીલો દ્વારા પ્રવેશબંધી

રાજકોટઃ કોરોના વાયરસને ધ્યાને લઇને હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાતની તમામ અદાલતોમાં અરજન્ટ કાર્યવાહી જ કરવાની છૂટ અપાઇ છે. ત્યારે તા. ૩૧ સુધી કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઇને અરજન્ટ કેસો સિવાયના પક્ષકારોને અદાલતોમાં આવતાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી રહી હતી. સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ છે ત્યારે રાજકોટની અદાલતોના તમામ દરવાજાઓ ઉપર પોલીસ અને વકીલોની ટીમ દ્વારા પક્ષકારો પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. પક્ષકારોને પણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતાં. રાજકોટની કોર્ટોના દરવાજાઓ બંધ કરીને પક્ષકારોને પ્રવેશબંધી ફરમાવી હતી અને વકીલોએ પણ સાવચેતીના ભાગરૂપે મોઢા ઉપર માસ્ક બાંધીને પોતાની જાતનું રક્ષણ કરીને લોકોને પણ કારણ વગર ઘરની બહાર નહિં નીકળવાની સલાહ આપી હતી.

(4:17 pm IST)