Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોઠારિયા રોડ પૂજા પાર્કમાં મધુબેન ગોહેલનો એસીડ પી આપઘાત

હુડકો કવાટરમાં પાંચ વર્ષની બાળકી બેભાન થઇ જતા મોત

રાજકોટ,તા.૨૦ : કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટર પાસે પૂજા પાર્કમાં રહેતા પ્રૌઢ એ એસીડ પી આત્મા હત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પૂજા પાર્કમાં શેરીનં. ૨ માં રહેતા મધુબેન બટુકભાઇ ગોહેલ (ઉ.વ.૫૫)એ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં પ્રૌઢએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગે ભકિતનગર પોલીસ મથકના પીઆસઆઇ એવી. પીપરોતરે તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં કોઠારિયા રોડ હુડકો કર્વાટર ને.બી/૩૮૦માં રહેતા અજયભાઇ સિંધવની ૫ વર્ષની તન્વી ગઇકાલે પોતાના ઘરે હતી ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને બેભાન હાલતમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે ભકિતનગર પોલીસ મથકના એ એસઆઇ નરેન્દ્રભાઇએ કાર્યવાહી કરી હતી.

(4:16 pm IST)