Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૧૪ લાખની છેતરપીંડીના ગુન્હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ર૦ :  રાજકોટ શહેરમાં અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીાયમાં અમો શાંતી મશીન ટુલ્સના નામે કારખાનું ધરાવી ફેબ્રીકેશનનું કામ કરતા ફરીયાદીએ ફરીયાદી મનોજ મકવાણાએ અગાઉના તેના જ ભાગીદાર શૈલેષભાઇ પોકીયા વિરૂધ્ધ રૂ.૧૪,૪૦,૦૦૦/- ભાગીદારી પેઢી છુટી થતી વખતે લેવાના નીકળતા રૂપિયા ઓળવી જતા અને છેતરપીંડી તથા વિશ્વાસઘાત આચરતા, ગુન્હો દાખલ થતા, અરોપી કારખાનેદારની ધરપકડ થતા જામીન મુકત થવા સેશન્સ અદાલતમાં અરજી કરતા સેશન્સ અદાલતે આરોપીને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો ફરીયાદી તથા આરોપી શૈલેષ વલ્લભભાઇ પોકીયાએ સાથે મળી અટીકા વિસ્તારમાં દાસોહમ સ્ટીલના નામે પતરા તથા પ્લેટો કટીંગ કરવા માટેનું કારખાનું કરેલ અને તેમાં અન્ય એક ભાગીદારને ભાગીદારીમાં લઇ આરોપી તથા અન્ય ભાગીદારે રૂીપયા રપ-રપ લાખનું રોકાણ કરેલ અને ફરીયાદીએ રૂીપયા બાવીસ લાખની મશીનરી તથા રૂપિયા ત્રણ લાખનું રોકાણ કરેલ એ રીતે રૂ. ૭પ,૦૦,૦૦૦/-માં ભાગીદારી શરૂ કરેલ જેમાં સને ર૦૧૮ના અરસામાં ખોટ જતા ધંધો બંધ કરેલ, એ રીતે આરોપી શૈલેષભાઇએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ ભાગીદારીમાં ધંધો કરાવનું નાટક કરી ધંધા માટે ફરીયાદી પાસે કારખાનું શરૂ કરાવવા મશીનરી લેવડાવી તે મશીનરીનો આરોપીએ ઉપયગ કરી કરી પરત નહીં આપી ફરીયાદીને આપવાના થતા ભાગીદારીના હિસાબ મુજબના રૂ. ૧૪,૪૦,૦૦૦/- વિકલ્પે સમજુતી મુજબ ફરીયાદીએ આપવાના થતા ભાગીદારીના હિસાબ મુજબના રૂ. ૧૪,૪૦,૦૦૦/- વિકલ્પ સમજુતી મુજબ ફરીયાદીએ ખરીદેલ મશીનરી પરત આપવાની હતી જે આરોપીએ પરત નહીં આપી ઓળવી જઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા સબંધે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો  દાખલ કરવામાં આવેલ. જે ગુનામાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

બંને પક્ષેની રજુઆતો , ત.ક. અધિકારીનું સોગંદનામું તથા દસ્તાવેજી પુરાવો લક્ષે લેતા ફરીયાદી અગાઉ પોલીસ કમિશ્નરશ્રીને બનાવ બાબતેની ફરીયાદ અનુસંધાને આજ પોલીસ સ્ટેશનના પી.આઇ. દ્વારા કમીશનરને રીપોર્ટ કરેલ ત્યારબાદ કોઇ કારણોસર હાલની ફરીયાદ દાખલ કરેલનું જણાય છે. ફરીયાદ ધ્યાને લેતા આરોપીને ભાગીદારી પેઢી છુટી કર્યા બાદ ફરીયાદીના હિસ્સાની રકમ અરજદારે નહીં ચુકવવા અંગેની તકરાર છે ત્યારે ગુન્હાના આવશ્યક તત્વો વિગેરે સબંધે ચર્ચા કરવાથી તપાસ પ્રભાવિત થશે તેમજ અરજદારની હાજરીની આવશ્યકતા ન હોય ગુન્હાહીત ભુતકાળ ન હોય, આક્ષેપીત ગુન્હાનો પ્રકાર, સંભવિત સજા તથા ભજવેલ ભાગ અને પુરાવા ધ્યાને લેતા આરોપીની તરફેણમાં વીવેક બુધ્ધિની સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદાર શૈલેષ પોકીયાને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત તમામ આરોપી શૈલેષ પોકીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(4:15 pm IST)