Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પારડીમાં કિશોરે વૃદ્ધાનું પાણીનું ડબલુ ઢોળી નાખતા ડખ્ખો થતા અનીલભાઇને છરી ઝીંકાઇ

મુકેશ વાજા, રવી મકવાણા સહિત ત્રણ સામે ગુનો

રાજકોટ તા. ર૦ : લોધીકાના પારડી ગામમાં રહેતા વૃદ્ધ કુદરતી હાજતે જતા હતા ત્યારે કિશોરે તેનું પાણીનું ડબલુ ઢોળી નાખતા તે બાબતે ઝઘડો થયા બાદ તેનો ખાર રાખી સમજાવવા ગયેલા તેના પૌત્રને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.મળતી વિગત મુજબ લોધીકાના પારડી ગામમાં રહેતા વૃદ્ધ જબુબેન કુદરતી હાજતે જતા હતા ત્યારે રવી મકવાણા અને તેના મિત્રએ વૃદ્ધાનું પાણીનુ ડબલ ઢોળી નાખતા માથાકુટ થઇ હતી.

આ બાબતે વૃદ્ધના પૌત્ર અનીલભાઇ ધનજીભાઇ પરમાર (ઉ.ર૧ રહે. રાજાનગર પડવલા રોડ પારડી) એ તને સમજાવા જતા મુકેશ વાંજા, રવી મકવાણા સહિત ત્રણ શખ્સો બાઇક પર આવી અનીલભાઇ સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કરી ડાબા ગાલ પાસે ઇજા કરી હતી અને તેના દાદી જબુબેનને પાવડા વડે હુમલો કર્યો હતો આ બનાવ અંગે શાપર-વેરાવળ પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલકરી પીએસઆઇ કે.એ.ગોહીલે તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)