Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજકોટનું રઘુવંશી ગૌરવઃ કેનેરા બેન્કની ઓફિસર વિધિ જટનીયાની સિધ્ધિ

રાજકોટ : ઇન્ડિયન ઓવરસીઝ બેંક આયોજીત અખિલ ભારતીય આંતર બેંક હિન્દી નિબંધ પ્રતિયોગિતામાં કેનેરા બેંક રાજકોટના અધિકારી તેમજ રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય કુ. વિધિ ચંદ્રકાંત જટનિયાએ તૃતીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. હાલમાં જ બેંક ઓફ બરોડા દ્વારા ૭-ર-ર૦ર૦ના જયપુર ખાતે આયોજીત સાર્વજનિક ક્ષેત્રોની બેંકો માટેનાં અખિલ ભારતીય હિન્દી સેમિનારમાં વિધિએ પોતાનાં આલેખની પાવર પોઇન્ટ પ્રસ્તુતી આપી હતી. આ પહેલાં પણ વિભિન્ન બેંકોમાં નેશનલ લેવલે પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકયા છે. પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે વિધિ જટનિયા ને ખૂબ...ખૂબ... અભિનંદન અને શુભકામનાઓ.

(4:12 pm IST)