Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

બિલ્ડર્સ-ડેવલપર્સના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત

 રાજકોટ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ એસોસીએશનના હોદેદારો સર્વશ્રી ચેરમેન તરીકે સુરેશભાઇ મણીયાર, પ્રમુખ શૈલેષ શાહ અને અગ્રણી બિલ્ડર્સ કેતનભાઇ પાવાગઢી, દિલીપભાઇ ચતવાણીએ ગાંધીનગર ખાતુ મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત લઇ બિલ્ડરોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. પ્રતિભાવમાં મુખ્યમંત્રીશ્રીએ પણ પેન્ડીંગ પ્રશ્નોનું નિરાકરણ ત્વરીત લાવવા ખાત્રી ઉચ્ચારી હતી.

(4:10 pm IST)