Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઝાલાવાડ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓને કોરોના સામે રક્ષણ માટે માસ્ક-સાબુનું વિતરણ

કોરોના સે ડરોના કાર્યક્રમ હેઠળ

રાજકોટ તા.ર૦: ઝાલાવાડ ટ્રાન્સપોર્ટ રાજકોટ દ્વારા તેમના કર્મચારીઓને કોરોના સંક્રમણથી બચાવવા ચકેદારી માટે અને નાના કર્મચારીઓના સ્વાસ્થયની જાળણવી માટે માર્ગદર્શન શિબીર-સાબુ તથા માસ્કનું વિતરણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

ટ્રાન્સપોર્ટ એક એવો વ્યવસાય છે જે ર૪*૭ કાર્યરત રહે છે. કોઇ પણ દેશની જીવાદોરી રૂપે તે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલના સમયમાં ખુબ મોટી સંખ્યામાં રોજગાર પણ આપતો સેકટર છે.

ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં ઓફિસ સ્ટાફ ટ્રક ડ્રાઇવર્સ તથા મજુર વર્ગ જે માલ ઉંચકી ગાડી ભરે તથા ખાલી કરે છે તે લોકો કામ કરે છે જેથી અમારા સ્ટાફના લોકો માટે ખાસ કોરોના વાયરસ સંક્રમણ વિષે માહિતી શિબીરનું આયોજન કરેલ જેમાં કર્મચારીઓને આવા સમયે સાચી માહિતી તથા તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા શું કરવું જોઇએ તે વિષયે તેમને માહિતગાર કર્યા હતા.

આ શિબિરમાં ડોકટર દ્વારા માર્ગદર્શન અને ટ્રાન્સપોર્ટ તરફથી સ્ટાફને હાથ ધોવાના સાબુ તથા મોઢે પેરવાના માસ્કનું નીશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સાથોસાથ હાથ કેવી રીતે અને કયારે ધોવા જોઇએ હેન્ડ સેનીટીઝર કેવીરીતે વાપરવું જોઇએ પહેવારના કપડામાં એન્ટી બેકટેરિયલ લિકિવડસનો ઉપયોગ કરવો જોઇએ અને બીજી ખુબ જ અગત્યની બાબતો વિષે માહિતી આપવામાં આવી.

ઝાલાવાડ ટ્રાન્સપોર્ટ દ્વારા આ પ્રોગ્રામનું નામ કોરોના સે ડરોના રાખ્યું હતું તેનું કારણ એ છે કે હાલની પરિસ્થિતિમાં આવા રોગથી લોકો ખુબજ ભયભીત થઇ જાય છે અને જે અત્યંત મહત્વનું કાર્ય કે સાવચેતી રાખવી એ નથી કરતા તે ને કોઇ પણ રોગથી લડવાની દવા કહેવામાં આવ્યું છે. ખુબજ ગર્વ લેવા જેવી બાબત એ પણ છે કે બધા ડોકટર્સે પ્રોગ્રામમાં આવીને સ્કુલની મિત્રતા નિભાવી હતી. ડોકટરોને તુલસી પુદીના રોપથી સ્વાગત અને સન્માનિત પણ કર્યા.

ઝાલાવાડ ટ્રાન્સપોર્ટ રાજકોટ રર વિજય પ્લોટ - ગોંડલ રોડ રાજકોટ ખાતે આ પ્રોગ્રામ આરતી ફાઉન્ડેશનના ધર્મરાજભાઇ ધાંધલ તથા પરમરાજસિંહ રાણા રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી ના સાથ સહકારથી યોજાયો હતો.

: સંકલન :

નિલરાજ રાણા

ઝાલાવાડ ટ્રાન્સપોર્ટ રાજકોટ

(મો.  ૯૧-૯૪ર૮ર૭૧૪૧૩)

(4:09 pm IST)