Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કરો અરજી અને મહેનતઃ નોકરી હાજર કેન્દ્ર તથા રાજયમાં વિવિધ ક્ષેત્રે ભરતી

કેન્દ્ર તથા રાજય સરકારના વિવિધ વિભાગો, એલટીસી, પોસ્ટ ખાતુ, સર્વિસ તથા સ્ટાફ સિલેકશન, ટેકનીકલ એજયુકેશન, સ્પેસ એપ્લીકેશન સેન્ટર, માઇન પ્લાનીંગ એન્ડ ડીઝાઇન ઇન્સ્ટીટયુટ, ફાયનાન્સીયલ રીપોર્ટીગ ઓથોરીટી વિગેરે દ્વારા રોજગારીનું સર્જન : કોલેજ તથા યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે તથા રીસર્ચ ફેલોશીપ મેળવવા માટે એનઇટીના ફોર્મ ભરાવાનું શરૂ

રાજકોટ, તા., ૨૦ : ગુજરાત સહીત સમગ્ર દેશમાં સરકારના વિવિધ ક્ષેત્રો, વિભાગો તથા જાહેર સાહસો-કંપનીઓ વિગેરેમાં હાલમાં પુષ્કળ રોજગારી સર્જાઇ રહી છે. હેન્ડસમ સેલેરી આપતી તથા સલામતી અને સંતોષ આપતી વિવિધ નોકરીઓ મેળવવા આજનું યુવાધન આતુર હોવાનું દેખાઇ રહયું છે. જ્ઞાન, માહીતી તથા ઉચ્ચ શિક્ષણના આજના જમાનામાં દિવસે-દિવસે નોકરી મેળવવામાં કોમ્પીટીશન પણ સતત વધતી જોવા મળે છે. હાલમાં વિવિધ ક્ષેત્રોમાં જે ભરતીઓ ચાલી રહી છે તેની ઉપર એક નજર કરીએ તો....

 લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્વારા ર૦-૩-ર૦ર૦ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે પ૦ આસીસ્ટન્ટ એન્જીનીયર્સ તથા આસીસ્ટન્ટ એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર્સની (સી.એ.-એકચુઅરીયલ, લીગલ, રાજભાષા, આઇટી) ૧૬૭૮ જગાયઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એન્જીનીયર્સ માટે સિવિલ ઇલેકટ્રીકલ-આર્કીટેકટ-સ્ટ્રકચરલ-મિકેનીકલ વિગેરેની ડીગ્રી ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છે.

https:licindja.in/

 ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા ર૦-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પોર્ટસ કવોટાની જગ્યાએ ઉપર પોસ્ટલ આસીસ્ટન્ટ, સોર્ટીગ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેલાગાર્ડ અને મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવાર ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ, યુનિવર્સિટી લેવલ તેમજ સ્ટટ સ્કુલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઇએ.

પોસ્ટલ આસીસ્ટન્ટ, સોર્ટીગ આસીસ્ટન્ટની જગ્યાઓ માટે ધોરણ ૧ર પાસે અને કોમ્પ્યુટરનુ પાયાની ટ્રેનીંગનું સર્ટીફીકેટ જરૂરી છે. પોસ્ટમેન, મેઇલ ગાર્ડની જગ્યા માટે ધોરણ ૧ર પાસે તથા ગુજરાતી ભાષા (લોકલ ભાટલ)નું જ્ઞાન ધરાવતા અને ધોરણ ૧૦માં ગુજરાતી વિષય ભણેલા તથા ટુ વ્હીલર, લાઇટ મોર વ્હીકલનું લાસન્સ ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છે. ઉપરોકત બંન્ને મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની જગ્યાઓ માટે ધોરણ ૧૦ પાસે અને ગુજરાતી ભાષાની જાણકારી ધરાવતા તથા ૧૮ થી રપ વર્ષના ઉમેદવારો અરજીપાત્ર છે.

જે સ્પોર્ટસ ઇવેન્ટસની જગયાઓ છે તેમાં ટેબલ ટેનીસ, સાયકલીંગ હોઇટ લીગટીંગ, પાવર લીટીંગ, બોડી બિલ્ડીંગ, કબ્બડ્ડી, રેસલીંગ, એ ગ્રીકો રોમન, ફ્રી સ્ટાઇલ, ચેસ, કેસ, ફુટબોલ, હોકી, સ્વીમીંગ વિગેરેનો સમાવેશ થાય છે.

https:www.indiapost.0tov.in/

 કોલેજ તથા યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે તથા રીસર્ચ ફેલોશીપ મેળવવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના (એનટીએ) ના માધ્યમથી લેવાતી એનઇટી(નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ) તથા જોઇન્ટ  માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. યુજીસી નેટ (જુન-ર૦ર૦) માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૬-૪-ર૦ર૦ (રાત્રે ૧૧.પ૦ સુધી) છે તથા તેની પરીક્ષા ફીની ઓનલાઇન ચુકવણીની છેલ્લી તારીસખ ૧૭-૪-ર૦ર૦ (૧૧.પ૦ પીએમ સુધી) છે.

www.nta.ac.in  તથા ugcnet.nta.nic.in

ઉપરાંત જોઇન્ટ યુજીસી નેટ જુન-ર૦ર૦ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ-૪-ર૦ર૦ (રાત્રે ૧૧.પ૦ સુધી) છે અને પરીક્ષા ફીની ઓનલાઇન ચુકવણી ૧૬-૪-ર૦ર૦ (રાત્રે ૧૧.પ૦ સુધી) સુધી કશી શકાશે. સીએસઆઇઆર નેટ જીવવિજ્ઞાન, ભૌતીક વિજ્ઞાન, રસાય, ભુ.વાયુ મંડળીય, સાગર અને ગૃહીય વિજ્ઞાન તથા ગણીત વિજ્ઞાન વિષયમાં લેવાશે.

www.nta.ac.in  તથા csirnet.nta.nic.in

 સેન્ટ્રલ માઇન પ્લાનીંગ એન્ડ ડીઝાઇન ઇન્સ્ટીટયુટ દ્વારા ૩૦-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી સર્વેયર, સ્ટેનો ગ્રાફર વિગેરેની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.cmpdi.co.in 

  ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રોપીકલ મેટલોર્જી દ્વારા ર૯-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ડાયરેકટર સહીતની અન્ય ૩જ્ઞ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.iitm.ac.in

 રાઇટસ લીમીટેડ દ્વારા ર૩-૩-ર૦ંર૦ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ એન્જીનીયર્સની કુલ ૩પ જગયઓ માટે ભરતી ચાલી રહી છે.

http://ritesltd.com/

 નેશનલ ફાયનાન્સીયલ રીપોર્ટીગ ઓથોરીટી દ્વારા ર૯-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર, આસીસ્ટન્ટ મેનેજર વિગેરેની કુલ ૧૮ જગયાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://nfra.gtov.in/

 ધ નોર્થ ઇસ્ટર્ન સ્પેસ એપ્લીકેશન્સ સેન્ટર દ્વારા ર૩-૩-ર૦ર૦ની છેલ્ીલી અરજી તારીખ સાથે રીસર્ચ સાયન્ટીસ્ટસની કુલ ૧ર જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://nesac.gtov.in/

 નોધર્ન કોલ્ડ્રીલ્કસ લીમીટેડ દ્વારા ર૪-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે માઇનીંગ સીરદાર, સર્વેયર વિગેેરેની કુલ ૯પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://nclcil.in/

 મેકોન લીમીેટેડ દ્વારા ર૦-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટટ મેનેજર સહીતની અન્ય ૪૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.meconlimited.co.in

 સર્વિસ સીલેકશન બોર્ડ (ડીફેન્સ મીનસ્ટ્રી ઓફ ઇન્ડીયા) દ્વારા રર-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ કમાન્ડન્ટની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

http://dte.assam.gov.in/

 હરીયાણા સ્ટાફ સીલેકશન કમીશન (એચએસએસસી) દ્વારા ર૪-૩-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે નાયબ તહસીલદાર, વર્ક સુપરવાઇઝર, ઇલેકટ્રીશ્યન સહીતની અન્ય કુલ ૧૧૩૭ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

http://www.hssc.gov.in/

 આટઆટલી ભરતીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત સચોટ માર્ગદર્શન આત્મવિશ્વાસ હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, સમાજ તથા પરીવાર માટે કઇક કરી છુટવાની તમન્ના, મોભાદાર કારકીર્દી બનાવવા માટેની ધગશ તથા ઇશ્વરમાં અતુટ સ્પર્ધા રાખીને મહેનત કરવા તુટી પડો-મંડી પડો. સતા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇ રહી છે. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.સૌને ઓલ ધ બેસ્ટ

(કોઇ પણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહીતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા રૂબરૂ કે પછી અન્ય સોર્સ દ્વારા જાણી લેવા હિતાવહ છે કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન અને અપેટ મળી શકે)

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(4:06 pm IST)