Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજકોટના કોરોના દર્દીના સંપર્કમાં આવેલ મોરબી જીલ્લાના ૧૩ લોકોને કવોરોટાઇન રૂમમાં રખાયા

મોરબી,તા.૨૦: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો બે કેસ નોધાયા છે જેમાં રાજકોટના જંગલેશ્વરમાં રહેતા એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ યુવક હજ પઢવા મકા મદીના ગયો હતો અને ત્યાં કોરોના વાયરસનો ભોગ બન્યો હતો. આ બનાવને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેકટરે તુરંત જ આ યુવકના પરિવારજનો સહિતના ૧૭ ઙ્ગલોકોને કવોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડયા હતા. અને યુવક ટ્રેનમાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો તેનું સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું હતું.આ સર્ચ ઓપરેશનમાં આ યુવક ટ્રેનમાં વાંકાનેરના ૪ ઙ્ગઅને એ ચાર લોકોન માળિયા ૯ લોકો સાથે પરિચય માં આવ્યા હતા.

જેથી મોરબી જિલ્લાના કુલ ૧૩ ઙ્ગલોકોના સંપર્કમાં આવ્યો હોવાનું ખુલતા મોરબી આરોગ્ય વિભાગ એ ૧૩ લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે લઈ આવવામાં આવ્યા હતા . આરોગ્યની પ્રાથમિક તપાસણી થઈ હતી . અધિક જિલ્લા કલેકટર કેતન જોશી પણ હોસ્પિટલમાં ખડેપગે રહીને સમગ્ર મામલાનું નિરીક્ષણ કર્યું હતું.

જોકે હજુ સુધી આ ૧૩ ઙ્ગલોકોમાં કોરોનામાં કોઈ લક્ષણ હાલ દેખાતા નથી પણ તકેદારી ભાગ રૂપે અધિક જિલ્લા કલેકટર કેતન જોશીના જણાવ્યા મુજબ ૧૩ લોકોના આરોગ્ય તપાસ પૂર્ણ થયે કવોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવ્યા છે અને તેની ધ્યાન રાખવામાં આવશે પછી કોઈ લક્ષણ જણાય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(1:03 pm IST)