Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ભવિષ્યમાં દૂધ કરતા દેશી ગાયના છાણ-મૂત્રની કિંમત વધશે : કથીરિયા

રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ કાશીપુરના બંસી ગૌધામની મુલાકાત લેતા સંસ્થા વતી તેમને નિરજ ચૌધરીએ આવકારેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ર૦ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાથી સાકાર થયેલા રાષ્ટ્રીય કામધેનુ આયોગના માધ્યમથી સમગ્ર રાષ્ટ્રમાં ગૌમાતા અને ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને વિકાસના કાર્ય અંગે ગૌવંશના સ્વાવલંબન અંગે વિસ્તૃત કાર્ય થઇ રહ્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગનના પ્રથમ અધ્યક્ષ મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ સમગ્ર ભારતમાં ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતિનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આારોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણર્થે જનજાગરણ, ગોપાલન, દેશીકુળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન અને આ પગલાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાના નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સહાય આપવા સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી કાર્ય કરી રહ્યું છે.

હાલમાં જ બંસી ગૌધામ, કાશીપુરના નિરજ ચૌધરીએ ડો. કથીરીયાની મુલાકાત લઇ તેમને ગૌ છાણમાંથી બનેલ વિવિધ ભેટો અર્પણ કરી હતી. આગામી દિવસોમાં દેશી કુળની ગૌમાતાના ગૌમૂત્ર અને છાણની કિંમત ભવિષ્યમાં દૂધ કરતા પણ વધશે. તેવો આશાવાદ ડો. કથીરીયાએ વ્યકત કર્યો હતો.

(11:51 am IST)