Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાગ્રસ્ત દર્દીની તબીયત સ્થિરઃ ૪ની તબીયત લથડતા સિવીલમાં આઈસોલેટેડ કરાયાઃ અન્ય ૧૫ પથિકાશ્રમમાં

જે ૪ની તબીયત લથડી તેનો રીપોર્ટ જામનગરથી આજે આવશેઃ કોર્પોરેશન અને જીલ્લા પંચાયત બન્નેના આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખઃ પરિમલ પંડયા

રાજકોટ, તા. ૨૦ :. જંગલેશ્વરના ૩૨ વર્ષના યુવાનને કોરોના ડીટેકટ થતા તેને સિવીલમાં સ્પે. આઈસોલેશન વોર્ડમાં આઈસોલેટેડ કરાયો છે, જ્યાં તેની તબીયત સ્થિર હોવાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

તેમણે જણાવેલ કે તેના પરિવારના અન્ય ૪ની ગઈકાલે તબીયત લથડતા સિવીલમાં ખસેડાયા છે અને તેમના સેમ્પલ જામનગર મોકલાયા છે, જેનો રીપોર્ટ આજે આવી જશે.

તેમણે ઉમેર્યુ હતુ કે કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલાનું આરોગ્ય તંત્ર લીસ્ટ તૈયાર કરી રહ્યુ છે. ગઈકાલે રાત્રે ૪૦થી ૪૫ ઘરોમાં તપાસ કરાઈ હતી.

રાજકોટ કોર્પોરેશન અને જીલ્લા પંચાયત બન્નેનું આરોગ્ય વિભાગનું તંત્ર સતત દેખરેખ રાખી રહ્યુ છે. આજે બપોરે લીસ્ટ પણ મળી જશે.

(11:01 am IST)