Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાયરસનો કહેર : સૌરાષ્ટ્ર યુનિ,માં પરીક્ષાને લગતી તમામ કામગીરી ઠપ્પ : ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય પણ બંધ

રાજકોટ : કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ભારે ફફડાટ ફેલાયો છે રાજકોટમાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા વિભાગે આગમચેતીના પગલાંરૂપે પ્રથમ તબક્કાની બાકી રહી ગયેલી પરીક્ષાઓ મુલતવી રાખેલ છે પરીક્ષણના લગતી કોઈપણ કામગીરી નહીં કરવા આદેશ ફરમાવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે હાલમાં ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય ચાલી રહ્યું છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું કાર્યવાહી પરીક્ષા નિયનમક શ્રી નિલેશભાઈ સોનીએ જણાવ્યું છે

(10:57 pm IST)