Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકોટમાં વધુ એક પાસામાં પુરાયો :શરીર સબંધી અનેક ગુન્હામાં પકડાયેલ ભરત ડાભી પાસામાં પકડાયો :વડોદરા જેલ હવાલે કરાયો

 

રાજકોટ :રાજકોટમાં લોકસભા ચૂંટણી પહેલા વધુ એક શખ્સને પાસામાં ધકેલાયો છે શરીર સબંધી ગુન્હામાં પકડાયેલ ભરત ડાભીને પાસાંમાં અટકાયત કરીને વડોદરા જેલ હવાલે કરી દેવાયો છે

આગામી લોકસભાની ચૂંટણીમાં કડક આચાર સંહીતાની અમલવારી માટે ગુજરાત સરકારના -ગુજકોપ પ્રોજેકટમાં આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી મારામારીના તથા ગે.કા. હથીયાર રાખનાર આરોપીને પાસા કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પો.કમિ. સિધ્ધાર્થ ખત્રી ડી.સી.પી.રવિ મોહન સૈની સા, ઝોન-, .સી,પી, ઐય,એલ.રાઠોડ સી, પૂર્વ વિભાગનાં માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુન્હાઓ કરતા ઇસમો આવા ગુન્હાઓ કરતા અચકાય અને શરીર સબંધી ગુન્હાઓ ઉપર અંકુશ રહે અને આગામી લોકસભાની સામાન્ય ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તેના ભાગ રૂપે તેમજ આદર્શ આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે શરીર સંબંધી કરવાના અનેક ગુન્હાઓમાં પકડાયેલ ઇસમે ને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે

ભરત રમેશભાઇ ડાભી  ) જાતે-ભરવાડ ) ( ઉવ.રર ) ( ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ) (  રહે કોઠારીયા મેઇન રોડ દેવપરા કૈલાશ પાનવાળી શેરી સીંદુરીયા ખાણ રાજકોટ) ને પાસામાં અટકાયત કરીને વડોદરા જેલમાં મોકલાયો છે

કામગીરીમાં પોલીસ  ઇન્સ. વી. કે. ગઢવી, પો.સબ.ઇન્સ. પી.બી.જેબલીયા, પોલીસ હેડ કોન્સ. નિલેષભાઇ, ધનશ્યામભાઇ, રણજીતસિંહ, વિક્રમભાઇ, પ્રતાપસિંહ, મહેન્દ્રસિંહ, હિરેનભાઇ, સલીમભાઇ, પો.કોન્સ દેવાભાઇ, ભાવેશભાઈ, વાલજીભાઇ, દિવ્યરાજસિહ, મનિષભાઇ, રાજુભાઇ વીગેરે મળી બજવણી કરેલ છે.

(1:17 am IST)