Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

નવાગામમાં રાયોટના ગુન્હામાં એકવર્ષથી ફરાર તૌફીક સંઘાર પકડાયો

રાજકોટ, તા. ૨૦ :. નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં રાયોટીંગ અને વાહનમાં નુકશાન કરવાના ગુન્હામાં એક વર્ષથી ફરાર મુસ્લીમ શખ્સને ક્રાઈમ બ્રાંચે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એમ. ધાખડા તથા એએસઆઈ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ. પ્રતાપસિંહ, હરદેવસિંહ, ફીરોઝભાઈ યોગેન્દ્રસિંહ, યોગીરાજસિંહ, સોકતભાઈ તથા અમીતભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પ્રતાપસિંહ, યોગેન્દ્રસિંહ અને હરદેવસિંહને મળેલી બાતમીના આધારે તૌફીક ઉર્ફે તૌસીફ મહંમદભાઈ સંઘાર (ઉ.વ.૨૧) (રહે. જંકશન પ્લોટ, ગાયકવાડી શેરી નં. ૩)ને પકડી લીધો હતો. તૌફીક ઉર્ફે તૌસીફ નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં રાયોટ અને વાહનમાં તોડફોડ કરી નુકશાન કરવાના ગુન્હામાં એક વર્ષથી ફરાર હતો.

(4:03 pm IST)