Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા રવિવારે અંધ વૃધ્ધાશ્રમમાં ભોજન-ભકિતનો સમન્વય

રાજકોટ તા. ૨૦ : સેવાકીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉદેશ્ય સાથે બે વર્ષથી કાર્યરત થયેલ 'ઉમ્મીદ ફાઉન્ડેશન' દ્વારા તા. ૨૪ ના રવિવારે અંધ વૃધ્ધાશ્રમના વડિલો સાથે સમૂહ ભોજન અને ભકિત સંધ્યાનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઉમ્મીદ ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવેલ કે આ સંસ્થા દ્વારા આમ તો સમયાંતરે બાળકો માટે ડાન્સ કોમ્પીટીશન, વડિલ વૃધ્ધો માટે યાત્રા પ્રવાસ, ગર્ભવતી બહેનો માટે માર્ગદર્શન સેમીનાર, ઝુપડપટ્ટીના બાળકોને તહેવાર નિમિતે વિવિધ વસ્તુઓનું વિતરણ સહીતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તાજેતરમાં સમુહલગ્ન સંપન્ન થયા.

દરમિયાન આગામી તા. ૨૪ ના રવિવારે સાંજે ૭ થી ૧૦.૩૦ કાલાવડ રોડ પર મોટામવા પછી, કોસ્મોપ્લેકસ સીનેમાની બાજુમાં આવેલ અંધ વૃધ્ધાશ્રમ ખાતે શ્રીનાથજી ભકિત સંગીતનો કાર્યક્રમ તેમજ બાદમાં સમુહ ભોજનનું આયોજન કરાયુ છે. આંતરરાષ્ટ્રીય ગાયક જયેશભાઇ દવે, વિજયનભાઇ અનડકટ અને સાથી સહકલાકારો ભકિત સંગીત રેલાવશે.

 આ અવસરે મેયર બીનાબેન આચાર્ય, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર, ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન માંકડીયા, રાજુભાઇ ધ્રુવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનમાં ગોપાલ નમકીનનો સહયોગ મળેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા ઉમ્મીદ ફાઉન્ડેશનના પ્રમુખ મનિષાબેન ટાંક (મો.૯૯૧૩૧ ૦૩૦૦૫), ઉપપ્રમુખ બ્રિઝલ મહેતા (મો.૯૨૬૫૦ ૨૯૧૮૧), ખજાનચી કૌશિક ટાંક, મહિલા પ્રમુખ પુજાબેન ત્રિવેદી, ફાલ્ગુનીબેન, મંત્રી હિરેન માધાણી, સહમંત્રી જતીન માધાણી, નિકુંજભાઇ, દિપકભાઇ પરમાર, એમ. એસ. વર્મા, સિધ્ધરાજસિંહ જાડેજા, વર્ષાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.  તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ ઉમ્મીદ ફાઉન્ડેશનની ટીમ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:03 pm IST)
  • માયાવતીનું એલાન : હું લોકસભા ચૂંટણી લડીશ નહીં : હાલમાં અ મારા ગઠબંધનની સ્થિતિ ખુબ જ સારી છે : મારા ચૂંટણી લડવા પર કાર્યકર્તાની મનાઇ કરવા છતાં મારી લોકસભા સીટ પર પ્રચાર કરવા જશેઃ તેનાથી અન્ય સીટો પર ચૂંટણી પ્રભાવિત હશે : મૈં આ જ કારણે નિર્ણય લીધો access_time 3:27 pm IST

  • મેરે સભી હિન્દૂ ભાઈઓ ઔર બહેનોકો હોલી કી બધાઈ : હિન્દૂ સમુદાયને હોલી તહેવારની શુભકામના પાઠવતા પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભૂતોએ પણ શુભકામના પાઠવી access_time 6:24 pm IST

  • બનાસકાંઠાના રામસણ ગામમાં વર્ષો પહેલાના ઋષિઓના શ્રાપના કારણે હોળી પ્રગટાવવામાં નથી આવતી : બનાસકાઠાંના રામસણ ગામે વર્ષો પહેલા ઋષિઓએ શ્રાપ આપ્યો હોવાની માન્યતાઃ હોળી પ્રગટાવે તો આખા ગામમાં લાગે છે આગ : યુવાનોએ હોળી પ્રગટાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આખા ગામમાં આગ લાગી ગઈ હતી : ચાર થી પાંચ વાર લાગી ચૂકી છે આગ : વડીલોના ડરના કારણે નથી પ્રગટાવાતી હોળી access_time 3:45 pm IST