Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આજ હોલિકા દહન અને આવતીકાલે ધુળેટી પર્વ શહેરીજનોને શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ, તા.૨૦: આજ હોલિકા દહન અને આવતીકાલે ધુળેટી શુભ પર્વ નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે, અધર્મ ઉપર ધર્મના વિજયનું પ્રતિક અને હિરણ્યકશિપ રાજાના પુત્ર એવા ભકત પ્રહલાદની ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ઘા અને આસ્થાના પ્રતિક એવા હોલિકા મહોત્સવ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે

જયારેે હોળીના બીજા દિવસે લોકો દેશભરમાં કેશુડા, અબીલ - ગલાલ જેવા રંગો તથા પાણીથી હર્ષોઉલ્લાસથી મનાવે છે ત્યારે રાજકોટના શહેરીજનો પણ ધુળેટીના પર્વની ઉજવણી પુરેપુરા હર્ષોઉલ્લાસથી મનાવે તેમજ કોઈપણ જાતના કેમિકલ વગરના નેચરલ રંગો તેમજ કેશુડા ફૂલોના રંગથી  સહપરિવાર આ શુભ પર્વની આનંદ સાથે ઉજવણી કરે તેવી તમામ શહેરીજનોને શુભ કામના પાઠવી શહેરીજનોને બિન જરૂરી પાણીનો બગાડ થતો અટકાવવા તથા પાણી બચાવવા તેમજ હોલિકા દહન માટે ડામર રોડને નુકશાન ન થાય તે જોવા અપીલ કરેલ છે.

(4:02 pm IST)