Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકોટ લાગેલા પરેશ ગજેરાના પોસ્ટરમાં સામાકાંઠા વિસ્તારના આગેવાનનો દોરી સંચાર? રાજકીય લોબીમાં ભારે ચર્ચા

રાજકોટ,તા.૨૦: આગામી તા.૨૩ એપ્રિલે યોજાનાર સંસદની ચૂંટણી પુર્વે રાજકોટમાં ભાજપનાં વર્તમાન સાસંદ મોહનભાઇ કુંડારીયા સામે છાનાખુણે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો હોય તેમ આ વખતે મોહનભાઇનાં સ્થાને ડી.કે.સખીયા, ધનસુખ ભંડેરી જેવા સ્થાનિક આગેવાનોને ટીકીટ આપવાની ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચાઓ થઇ હતી ત્યારે રાજકોટનાં રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. જેમાં શહેરનાં અનેક વિસ્તારમાં ખોડલધામનાં પુર્વ પ્રમુખ પરેશ ગજેરાને ટીકીટ ફાળવવાની સીધી જ માંગણી કરતા પોસ્ટરો જાહેરમાં લગાવવામાં આવ્યા હતા. આ ઘટના પાછળ સામાકાંઠાનાં એક ભાજપનાં ધૂરંધર નેતાનો દોરીસંચાર હોવાનું ભાજપ વર્તુળમાં ચર્ચાઇ રહ્યુ છે.

 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં ખોડલધામનાં પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાને ટિકિટ આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લગાવ્યાં હતા. પરેશ ગજેરાનાં સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા બેનરો લગાવ્યા છે. જેમાં એવું પણ લખ્યું છે કે રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરાને ટિકિટ આપવાથી પક્ષને ફાયદો થશે. રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટરો પાટીદાર સમાજ, હિન્દુ રામસેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

દરમિયાન સંસદની ચૂંટણીમાં પરેશ ગજેરાને ટીકીટ ફાળવવાની સીધી જ માંગણી કરતા આ પોસ્ટરો લગાવવા પાછળ ખોડલધામનાં અગ્રણી કાર્યકર અને સામાકાંઠાનાં ભાજપનાં મોટાગજાના નેતાનો દોરી સંચાર અને માર્ગદર્શન હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

નોંધનીય છે કે, સંસદની ચૂંટણીમાં રાજકોટ જીલ્લામાંથી લેઉઆ પટેલ ઉમેદવારને ટીકીટ મળે તે બાબતની સીધી જ માંગણીઓ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ થતા આ રાજકીય ઘટનાએ ગરમા ગરમ ચર્ચાઓ જગાવી છે અને જો આમા કયાંય હકારત્મક દ્રષ્ટીકોણ નહિ આવે તો ઉંઝા, મહેસાણા વગેરેમાં ભાજપમાં જે પ્રકારે આંતર કલહ જાગ્યો છે તેનો ચેપ રાજકોટને લાગવાની ભીતી સર્જાય છે.

(3:59 pm IST)
  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • સમજૌતા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ચુકાદો : પુરાવાના અભાવે અસીમાનંદ સહિત ચારેય આરોપી મુકત : પંચકુલાની NIA કોર્ટનો ચુકાદો access_time 5:56 pm IST