Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ચોકે ચોકે ખડકાયા છાણાના ગંજ

 હોળી પુર્વેના દિસોમાં જ ઘેરૈયાઓ દ્વારા છાણા એકત્ર કરવાની તૈયારી આદરવામાં આવતી હોય છે. હોલીકા અને પ્રહલાદના પરચાવાળી કથાને યાદ કરી ફાગણ સૂદ પૂનમના પ્રતિકાત્મક હોળી દહન કરવામાં આવે છે. આજે હોળી પ્રગટાવવા રાજકોટના ચોકે ચોકે છાણાના ગંજ ખડકાઇ ચુકયા છે. કયાંક હોલીકા અને પ્રહલાદના પૂતળા મુકીને છાણાના ઢગલાઓને ફુલોના હાર અને વિવિધ રંગોથી સુશોભિત કરવામાં આવ્યા છે. અહીંના પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવી કઇક તૈયારીઓ સાથે છાણાની ગોઠવણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(3:58 pm IST)