Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ''મોમાઇ મિત્ર મંડળ'' દ્વારા ફુલોની કલાત્મક હોળીનું સર્જનઃ રાત્રે ૯ વાગ્યે હોલીકા દહન

દર વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં મોમાઇ મિત્ર મંડળ દ્વારા હોલીકા દહનનું સુંદર આયોજન કરવામાં આવેલ છે 'સત્યનો અસત્ય પર વિજય'નાં ભાવ સાથે ઉજવાતો આ તહેવાર એક અનોખું સ્થાન ધરાવે છે. પંદર હજાર છાણાની ગોઠવણી કરી તેની ફરતે રંગોલી કરવામાં આવે છે. સાથે સાથે છાણા પર પણ જુદા જુદા પ્રકારના સુશોભન કરવામાં આવે છે. દર વર્ષે અહીં ખુબજ સુંદર લાઇટીંગ ડેકોરેશન અને બાળકો માટ ેવિવિધ રાઇડસ પણ રાખવામાં આવે છે. આ વખતે 'અભિનંદન'ની વાપસી (સત્યનો અસત્ય પર વિજય) ને અનુલક્ષીને સુંદર મ્યુઝીકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં દેશભકિતના ગીતો ઉપરાંત હોળીના ગીતો અને જુના-નવા સુંદર ગીતોની હારમાળા રજુ કરવામાં આવશે હોળીના દર્શન કરવા આવનાર દરેકને નાસ્તા રૂપી પ્રસાદ તેમજ ઠંડા સરબત આપવામાં આવે છ.ેસૌરાષ્ટ્ર કલા કેન્દ્રના પ્રાઇવેટ તેમજ સોસાયટીના પરિવારો અને આજુબાજુની અનેક સોસાયટીના પરિવારો હોલીકા દહનના આ કાર્યક્રમ દરમિયાન સુશોભન નિહાળવા તેમજ દર્શન કરવા ખૂબજ બહોળા પ્રમાણમાં હાજરી આપે છ.ે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજયભાઇ ચૌહાણ, સુનીભાઇ બાબરીયા, શશીભાઇ બાટવીયા, હિમાંશુભાઇ પારેખ, અમિત પોપટ, મનિષભાઇ કાથરોટીયા, ઉમંગ ફળદુ, અમિત લાવડીયા, પ્રશાંત દવે, દિપ કાલરીયા, ચંદ્રેશભાઇ પટેેલ, કાનાભાઇ પરમાર, અજય પરમાર, અશોકભાઇ સોલંકી, મોહનભાઇ સોલંકી, હિમાંશુ સોલંકી, વલ્લભભાઇ વેરાયા, અજયસિંહ વાઘેલા, અમિતભાઇ કાથરોટીયા, લાલાભાઇ (હંસા પ્રોવીઝન), મુકશેભાઇ (જલારામ) તેમજ વિરેન ડાભી જહેમત ઉઠાવી રહ્યા છ.ે દિપકભાઇ શાપરીયા તેમજ બકુલભાઇ જાની (નિવૃત ડી.વાય.એસ.પી.) નું સતત માર્ગદર્શન મળતું રહે છે.

(3:58 pm IST)