Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જંગલેશ્વરમાંથી પાંચ તલવાર, કોઇતો, ગુપ્તી તથા ૪૮ બોટલ દારૂ સાથે ઇમરાન ઉર્ફ ડીકો ઝડપાયો

ઇંડાના ધંધાર્થીને ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઇ ગઢવીની બાતમી પરથી ઝડપી લેવાયો

રાજકોટ તા. ૨૦: શહેર એસઓજીએ આજે હોળીના તહેવારના દિવસે જંગલેશ્વર મેઇન રોડ પર આવેલી ચીકનની દૂકાન પાસેના 'તમન્ના મંજીલ' નામના મકાનમાં કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઇ ગઢવીની બાતમી પરથી દરોડો પાડી ઇંડાના ધંધાર્થી ઇમરાન ઉર્ફ ડીકો અસીમભાઇ ઉમરેઠીયા (પીંજારા) (ઉ.૩૩)ને રૂ. ૧૯,૨૦૦ના ૪૮ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. ઘરમાંથી પાંચ નંગ તલવાર, એક કોઇતો અને એક ગુપ્તી પણ મળતાં આ હથીયારો પણ કબ્જે લેવાયા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના તથા પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં એસઓજી-પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી. કે. ખાચર, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, તોરલબેન જોષી, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચેતનસિંહ, ક્રિપાલસિંહ અને નરેન્દ્રભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. તલવાર-કોયતા-ગુપ્તી શોખ માટે ઘરમાં રાખ્યાનું આ શખ્સે રટણ કર્યુ હતું. અગાઉ તે દારૂના ગુનામાં પકડાયો હતો. તેની વિશેષ તપાસ થઇ રહી છે.

(3:57 pm IST)