Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ખોડલધામ સેવા સમિતિ રૈયા ગામ દ્વારા ગુરગઢના રણમાં સેવા કેમ્પ

રાજકોટઃ રૈયા ગામના યુવાનોએ દ્વારકાના માર્ગે પગપાળા જતા યાત્રીકોની સેવા કરવાની નેમ સાથે પાંચ વર્ષ પહેલા ગુરગઢ ગામ નજીક દરીયાઇ ખાડીના ખારાપાટ વિસ્તારમાં શ્રી ખોડલધામ સેવા સમિતિ (રૈયા ગામ)ના નેજા હેઠળ સેવા કેમ્પ ચાલુ કરેલ, ખાસ કરીને આ વિસ્તારમાં મીઠું પાણી મળતું ન હોય આરો ફિલ્ટર પાણી, નાસ્તો અને જમવાનું આપવા આ સેવા કેમ્પ ખારાપાટ વિસ્તારમાં મીઠી વિરડી સમાન પ્રસ્થાપીત થયો છે. સેવા કેમ્પનો લાખો પદયાત્રીઓ લાભ લઇ રહ્યા છે. કેમ્પમાં રમેશભાઇ ઝ ાલાવડીયા, વિજયભાઇ ઝાલાવડીયા, જયેશભાઇ ઝાલાવડીયા, ધર્મેશભાઇ ઝાલાવડીયા, અજયભાઇ ઝાલાવડીયા, જીતુભાઇ ઝાલાવડીયા, વાલજીભાઇ સખીયા, ધીરૂભાઇ વાડોદરીયા, બાબુભાઇ ઝાલાવડીયા, ભરતભાઇ ઝાલાવડીયા, કડવાભાઇ ચોવટીયા, વિરજીભાઇ ઝાલાવડીયા, ગૌતમભાઇ ઝાલાવડીયા, પ્રવિણભાઇ ઝાલાવડીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:51 pm IST)