Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

બાલભવને મનાવ્યો હોળી ઉત્સવ

 રાજકોટ : બાલભવનની પરંપરા મુજબ હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાલભવનના સંગીત વિભાગ, તબલા વિભાગ, કથક વિભાગ, ફોકડાન્સ વિભાગ તથા એરોબીકસ વિભાગ દ્વારા ગીત નૃત્યની વિવિધ કૃતિઓ તથા ગુજરાતી ગીતો, લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્ય તેમજ વેસ્ટર્ન ડાન્સ અને એરોબીકસના બહેનો તથા બાળસભ્યો દ્વારા વિવિધતાસભર રજૂઆત કરવામાં આવી. આ પ્રસંગે પીનાબેન કોટક તથા અંજલીબેન મોરઝરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

(3:50 pm IST)
  • મહાવીર ચક્ર વિજેતા કેપ્ટ્ન નારાયણ રાવ સામંતનું નિધન :બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ માટે વીરતા પુરષ્કાર મળ્યો હતો : તેઓ એક સબમરીન અને INS કરંજના કમીશનીંગ સીઓ હતા :કમાન્ડર મોહન નારાયણ રાવ સામંત ક્રાફ્ટવાળા એ દળના વરિષ્ઠ ઓફિસર હતા જેઓએ મોગલા અને ખુલના પત્તનોમાં શત્રુઓ પર સૌથી વધુ સફળ હુમલાને અંજામ આપ્યો હતો તેઓ પુણેમાં રહેતા હતા access_time 12:43 am IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST