Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

'જોશીલે જજબાત'માં દેશભકિતનો માહોલ સર્જાયો

સૌરાષ્ટ્ર - કચ્છ ચેમ્બર ઓફ કોમર્સનો કાર્યક્રમ : પ્રવચન

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનાં ભારત પરત આગમનને વધાવવા તેમજ કશ્મીરના પૂલવામામાં સી.આર.પી.એફ.ના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે દેશભકિતના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  ઢેબરભાઇ ચોક ખાતે શ્નજોશીલે જજબાતલૃશીર્ષકથી યોજાયેલા આ કાર્યક્રમમાં 'ક્રાંતિ બેન્ડ'ના ગાયકો-વાદકોએ દેશભકિતનો અનેરો માહોલ સજર્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય નૌસેનાના અધિકારી મનન ભટ્ટે પૂલવામા હુમલા બાદની પરિસ્થિતી અને સર્જીકલ સ્ટ્રાઈક અંગે સરળ સમજૂતી આપી હતી.  પ્રાસંગિક ઉદબોધનમાં સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બરના અધ્યક્ષ નલીન ઝવેરીએ આતંકવાદના મુકાબલામાં નાગરિકોની ભૂમિકા અને સરકારની નીતિ વગેરે બાબતો વણી લીધી હતી.  જાણીતા કાર રેલીસ્ટ ભરત દવેને ઓગણત્રીસ રાજયોને આવરી લેતી યાત્રા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તકે આર્મી ફંડમાં ૨૧,૧૧૧ રૂ.ની રાશી કલ્યાણ નિધિ ફંડમાં આપવાની ઘોષણા કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે ફેનિલ મહેતા (સી.એ.)એ સ્વાગત પ્રવચન જયારે આભારદર્શન ચેમ્બરના મંત્રી સંજય લાઠીયાએ કર્યું હતું. પૂલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ બાદ  રૂચિર જાની અને આદિત્ય જાની પ્રસ્તુત ક્રાંતિ બેન્ડ દ્વારા દેશભકિતનાં લોકપ્રિય ગીતોની રજૂઆતે સહુને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

(3:50 pm IST)