Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વોર્ડ નં.-ર ના મારૂતિનગરમાં ટીપરવાન કર્મચારીઓની દાદાગીરી : કચરો નહી લઇ જતા હોવાની રાવ

રાજકોટ તા ૨૦ :  શહેરના વોર્ડ નં.-ર માં મારૂતિનગરમાં  ઘરે ઘરે કચરો ઉઘરાવતી ટીપરવાનના કર્મચારીઓની દાદાગીરી હોવાની ફરિયાદ મ્યુ. કમિશ્નર તથા  સ્ટેન્ડીંગ કમીટી  ચેરમેન અન ે કોર્પોરેટરને લતાવાસીઓએ કરી છે. આ અંગે મારૂતિનગરના ૨૦ જેટલા લતાવાસીઓએ કરેલી  ફરિયાદમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં આવતી ટીપરવાનના કર્મચારીઓ સવારે  ૭ થી ૭.૩૦ દરમિયાન ગાડી લઇને આવે છે અને બહેનો કચરો નાખવા આવે તેની રાહ જોયા વગર નિકળી જાય છે. માત્ર કાગળ, પુંઠા જ એકત્ર  કરે છે અને કેટલાક લોકોના ઘરમાં જઇને કચરો લેવાની સુવિધા આપે છે.આમ આ પ્રકારે દાદાગીરી ભર્યા વર્તનથી લોકો ત્રાસી ગયા છે,  ત્યારે આ બાબતે તપાસ કરાવી ટીપરવાનમાં યોગ્ય કર્મચારી મુકવા માંગ છે.

(3:43 pm IST)