Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સ્વામી લીલાશાહ ટ્રસ્ટ દ્વારા નિદાન કેમ્પ

 સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટ દ્વારા  નાળોદાનગર, કોઠારીયા રોડ ખાતે અવોલ દાદા દયાલદાસ મંદિરે તાજેતરમાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સુજોક થેરાપી અને એકયુપ્રેસર પધ્ધતિથી સારવાર અપાઇ હતી. જયપુરથી ડો. સુનિતા ખત્રી, બી.પી.ટી. અને ડો. રામચંદર ટંડેલ, ડી.એમ.વાય (એકયુપ્રેસર) એ ઉપસ્થિત રહી નિદાન સારવારની સેવા આપી હતી. કેમ્પનું ઉદ્દઘાટન સિંધી બ્રહ્મખત્રી જ્ઞાતિના ભગત  મુલચંદભાઇ રામનાણીના હસ્તે કરવામાં આવેલ. જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ ગિરધારીભાઇ છાંટબાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન ટ્રસ્ટના મંત્રી પ્રકાશભાઇ કેરીયાએ કરેલ. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વશ્રી ચંદીરામભાઇ ખુવા, મણીલાલભાઇ ખુવા, ચત્રભુજ જાનીયાણી, ભગવાનભાઇ સોરઠીયાએ જહેમત ઉઠાવી હતી. કુલ ૧૩૫ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

(3:41 pm IST)