Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

શુક્રવારે વિશ્વ જળ દિન : જૈન અગ્રણીઓની જળ બચાવવા અપીલ

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૨ માચઙ્ખના રોજ દર વર્ષે વિશ્વ જળ દિન ઊજવવાનું જાહેર કર્યું,ત્યારથી ભારત આ દિવસને જળ દિન તરીકે ઉજવે છે. ઉત્ત્।રાખંડ હાઈકોર્ટે જળ બાબત સિમા ચિન્હરૂપ ચૂકાદો આપીને કહેલ કે ગંગા - યમુના નદીઓને જીવીત વ્યકિતનો દરજ્જો આપવામાં આવે છે. આ અંગે જૈન અગ્રણીઓ સર્વેશ્રી રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઈ તથા જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદસ્ય કમલેશભાઈ શાહે ગોંડલ સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેેઠ,ઈશ્વરભાઈ દોશી, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા. વુમેન્સ કલબના અગ્રણી પ્રફુલ્લાબેન મહેતા અને જૈન મહિલા અગ્રણી વીણાબેન શેઠે જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા,જીવદયા પ્રેમી નટુભાઈ શેઠ તથા મનહર પ્લોટ સંદ્યના પ્રમુખ અને લાયન્સ કલબના અગ્રણી ડોલરભાઈ કોઠારીએ જૈનમ ગ્રુપના જીતુભાઈ કોઠારી,સુજીતભાઈ ઉદાણી,નિલેશભાઈ શાહ તથા જૈન વિઝનના મિલનભાઈ કોઠારી,ધીરેનભાઈ ભરવાડા,ગીરિશભાઈ મહેતા  ચેમ્બરના પૂવઙ્ખ મંત્રી ઉપેનભાઈ મોદી તથા પૂર્વ પોલીસ અધિકારી સી.પી.દલાલ તપગચ્છ જૈન મૂર્તિ પૂજક સંદ્યના પ્રમુખ જીતુભાઈ દેસાઈ,જાગનાથ સંદ્યના દિનેશભાઈ પારેખ તથા આણંદજી - કલ્યાણજી પેઢીના અગ્રણી પંકજભાઈ કોઠારીએ ડો. અમીતભાઈ હપાણી તથા ગુજરાત સરકાર ચાઈલ્ડ રાઈટ કમીશનના ડાયરેકટર મયુરભાઈ શાહ,પાશ્રનાથ કો.ઓ.બેન્કના અગ્રણી પિયુષભાઈ મહેતા. જૈનચાલ સંદ્યના પ્રમુખ પરેશ સંદ્યાણી તથા તપસ્વી સુશીલભાઈ ગોડા ગ્રેટર ચેમ્બરના ધનસુખભાઈ વોરા,શીરીષભાઈ બાટવીયા તથા કિરીટભાઈ શેઠ વિરાણી મૂક - બધિર સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીસી ,મહાવીરનગર સંદ્યના કાંતીભાઈ શેઠ,સુધીરભાઈ બાટવીયા,પ્રતાપભાઈ વોરા,નેમીનાથ - વીતરાગ સંદ્યના ભરતભાઈ દોશી,અજરામર સંદ્યના મધુભાઈ ખંધાર વગેરે અગ્રણીઓએ સંયુકતપણે જણાવ્યું કે દુનિયામાં અનેક લોકોને પીવા પૂરતું પાણી પણ મળતું નથી તે સ્મરણમાં રાખવું જોઈએ અને જળને બચાવવું જોઈએ એ પણ પૂણ્ય ઉપાર્જનનું જ કાર્ય છે.  જૈનો તો જીવદયાના હિમાયતી હોય છે.પૃથ્વી, પાણી,અગ્નિ,વાયુ,વનસ્પતિ અને હાલતા - ચાલતા જીવોની દયા પાળવાના સંસ્કાર જૈનોને ગળથૂથીમાં જ મળે છે. આપણી આગવી આ ઓળખને આગળ ધપાવીએ અને જળનું જતન કરીએ.

(3:39 pm IST)